Surendranagar, તા.18
સુરેન્દ્રનગરની વઢવાણ તાલુકા પંચાયત વારંવાર પોતાની કામગીરીને લઈ અને વિવાદમાં આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગરની વઢવાણ તાલુકા પંચાયતના ધાબા ઉપરથી રજડતી હાલતમાં જરૂરી દસ્તાવેજ મળી આવ્યા છે જેમાં ખાસ કરીને ઓફિસની ફાઈલો કાગળ અને ખેડૂતોના સાતબાર ની નકલો સહિતની કીમતી જરૂરી ફાઈલો રજડતી હાલતમાં મળી આવી છે.
તાજેતરમાં વરસાદના કારણે આ ફાઇલનો પલડી પણ જવા પામી છે અને સમગ્ર ફાઈલોનો નાશ થઈ ગયો હોય અને કાગળ સડી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કોઈપણ રેકોર્ડ હોય તો તેનો નાશ કરવામાં આવે તો તેની યોગ્ય નિકાલ કરવામાં આવતો હોય છે.
પરંતુ વઢવાણ તાલુકા પંચાયત ખાતે સમગ્ર રેકોર્ડ છે તે ધાબા ઉપર ફેંકી દેવામાં આવ્યો છે અને રજડતી હાલતમાં મળી આવતા અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
અલગ અલગ ગાંસળીઓ બાંધી અને આ જરૂરી દસ્તાવેજો ધાબા ઉપર ફેંકી દેવામાં આવતા હાલની પરિસિ્થતિમાં સમગ્ર કાગળ છે તે સડી ગયા છે અને કોઈ ઉપયોગમાં આવે તેવી પરિસ્થિતિ નથી કોના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે.
તે દિશામાં તપાસ થાય તે જરૂરી છે કારણ કે જરૂરી ડોક્યુમેન્ટ ઉઘરાવ્યા બાદ જો સમગ્ર મામલા અને રેકોર્ડનો નાશ કરવો હોય તો તેનો નિકાલ કરવો પડે આવી રીતે રજડતી હાલતમાં અધિકારીઓ ફેંકી શકે નહીં ત્યારે તાલુકા પંચાયતમાં આ પ્રકારની બેદરકારી સામે આવતા પાક નુકસાન અંગેના ફોર્મ ભરવા આવતા ખેડૂતોએ પણ તંત્રને જાણ કરી છે.

