Surendranagar, તા.19
ચુડાના ઝોબાળા ગામની હેતલ ભુપતભાઈ જુવાલિયાને તેના જ ગામના આર્મીમાં ફરજ બજાવતા સંજય બચુ લીંબડીયા સાથે પ્રેમ થયો હતો. સંજયે ટુવા ગામની રિન્કુ સરવૈયા સાથે લગ્ન કરી લીધા હતા. હેતલે પરણિત પ્રેમી સંજયના ઘરે જઈ ઝઘડો કર્યો હતો. લગ્નના એક વર્ષ પછી સંજયે સગર્ભા હેતલ સાથે મૈત્રી કરાર કર્યો હતો.
મૈત્રી કરારના 1 માસ પછી હેતલે પુત્રને જન્મ આપ્યો હતો. પુત્ર શ્રેયાંશના નામ પાછળ હેતલે પિતા તરીકે સંજયનું નામ લખાવ્યું હતું. પુત્રના જન્મના 2 વર્ષ પછી સંજયે પત્ની રિન્કુ સાથે છૂટાછેડા લીધા હતા.
સંજયના પિતા બચુ આ વાતને લઈને ખુબ ક્રોધિત રહેતો હતો. તા.15 નવેમ્બરે હેતલ ઘરેથી નીકળી ત્યારે અમુક શખસોએ તેના પર ઘાતકી હથિયારો વડે હુમલો કર્યો હતો.હેતલની હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા હતા. પીએસઆઈ એન.એ.ડાભી અને ટીમે ઝોબાળા ગામના સીમમાંથી મર્ડર કેસના મુખ્ય આરોપી બચુ લીંબડીયાને ઝડપી પાડ્યો છે.
આરોપી તપાસમાં સહકારઆપતો નથી ડીવાયએસપી વી.એમ. રબારીએ જણાવ્યું કે આરોપી બચુની પુછપરછ શરૂ છે. બચુ ગોળગોળ જવાબ આપી રહ્યો છે. હત્યામાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ છે પરંતુ આરોપી તપાસમાં સહકાર આપતો નથી.

