Surendranagar તા.19
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે અકસ્માતનું એપિ સેન્ટર બની રહ્યું છે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર નાના મોટા રોજ અકસ્માતો સર્જાતા હોય છે પરંતુ હવે આ જ અકસ્માતો જીવલેણ વાહન ચાલકો માટે સાબિત થઈ રહ્યા છે ડમ્પર ચાલકો અને ટ્રક ચાલકો હાઇવે ઉપર બેફામ ચલાવતા હોવાના કારણે વારંવાર અકસ્માત સર્જી અને નાના વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકે છે અને જીવ લઇ પણ લેતા હોય છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર અકસ્માતોની ઘટનાઓમાં ત્રણ લોકોને ઇજાઓ થઈ છે અને બે લોકોના મોત નીપજવા પામ્યા છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દેવપરા ગામના બોર્ડથી આગળ લીંબડી તરફ મોમાઇ હોટલની નજીક અમદાવાદ-રાજકોટ ને.હા.47 રોડ ઉપર આરોપી ડમ્ફર નંબર નં.GJ-12-BW-6496 ના ચાલકે અજીમભાઇ ઇમામભાઇ મલેક બાઇક લઇને ખંભાત તાલુકાના ઉદેલ ગામે સદરૂદીનબાબાની દરગાહે દર્શન કરી બાઇક ચલાવી ઘરે પરત આવતા હતા.
તે વખતે દેવપરા ગામના બોર્ડ થી આગળ લીંબડી તરફ મોમાઇ હોટલની નજીક ડમ્ફર ના ચાલકે ડમ્ફર રોડની ત્રીજી લાઇનમાં કોઇ સિગ્નલ કે આડાશ રાખ્યા વગર તેમજ નેશનલ હાઇવે રોડ ઉપર અકસ્માત થાય તેવી રીતે ઉભુ રાખેલ હતું જે ડમ્ફર ની પાછળના ભાગે અજીમભાઈ અથડાઈ જતા મોત નિપજવા પામ્યું છે. જોકે આ મુદ્દે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ અને પરિવારને જાણ કરતાં પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બીજી તરફ ચોટીલા નજીક અકસ્માતમાં પણ આધેડનું મોત નીપજવા પામ્યું છે ટ્રક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે અજાણ્યા ટ્રકના ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે.
જેમાં મિત્ર મનોજભાઇ રામભાઇ હેરભાની ફોર વ્હીલ ફોર્ચ્યુનર ગાડી રજી. નં.GJ-03-MB-8277 વાળી લઇને અમદાવદાથી રાજકોટ જઇ રહ્યા હતા તે વખતે અલ્પેશ નામનો યુવક ગાડી ચલાવી રહેલ હોય અને મોમાઇ રાજશકિત હોટેલથી સહેજ આગળ ચોટીલા તરફ ફરિયાદીની ફોર વ્હીલથી આગળ છેલ્લી લેનમા જઇ રહેલ અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રક અચાનક સીગ્નલ આપ્યા વગર ને.હા ની વચ્ચેની લેનમા લેતા પાછળ આવી રહેલ ફરિયાદીની ફોચ્ર્યુનર ગાડી ટ્રકની પાછળ ડ્રાઇવર સાઇડે ભટકાઇ જતા અકસ્માત થતા ડ્રાઇવર સીટ પાસે બેસેલ મનુભાઇ પાંચાભાઇ શીયાળ નાઓને માથાના તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તેમજ તેમની સાથે રહેલા મનોભાઇ હેરભાને પાસળીના ભાગે ફ્રેકચર જેવી ઇજા અને કાન્તીભાઇ કનેરીયાને ઇજા પહોંચી હતી તેમજ મનુભાઇ શીયાળનું સારવાર દરમિયાન મોત થયું હતું ટ્રક ચાલક હાલ ફરાર બન્યો છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે..
ત્યાર બાદ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર અલગ અલગ અકસ્માતોમાં બે લોકોના મોત થયા છે જેને લઇને હવે હાઇવે ઉપર પસાર થતાં મોટા વાહનો અને ઓવરલોડ વાહનો સામે પોલીસ વિભાગ પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે.

