Amreli , તા.19
અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આગામી તા.20 ગુરુવારના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં એઇમ લિમિટેડ ભાવનગર દ્વારા આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર (માર્કેટિંગ), બ્રાન્ચ મેનેજર માર્કેટિંગની જગ્યા માટે 18થી 35 વર્ષની વય મર્યાદા તેમજ ધો.10, ધો. 12, સ્નાતકની શૈક્ષણિક લાયકાત આવશ્યક છે.
એલ.આઈ.સી. અમરેલી દ્વારા એજન્ટની જગ્યા માટે 18થી 40 વર્ષની વયમર્યાદા તેમજ ધો. 12 પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઈચ્છુકોએ અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો સવારે 11 કલાકે જિલ્લા રોજગાર કચેરી, સી-બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન, અમરેલી ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.
ભરતી મેળા માટે રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી થયા બાદ પોર્ટલ પર હજ્ઞલશક્ષ કરી પોર્ટલ જોબફેરના મેનુમાં ક્લીક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે

