Surendranagar, તા.19
“ધ્રાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં રહેતા રણછોડભાઈ માયાભાઈ મેવાડા પોતાના મિત્ર સાથે માલવણ ખાતેથી બાઈક પર પરત ધ્રાંગ્રધ્રા તરફ આવતા હતા. દરમિયાન ધ્રાંગધ્રા- અમદાવાદ હાઇવે પર રાજગઢ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે રણછોડભાઈના બાઈકને ટક્કર મારી અડફેટે લેતા રણછોડભાઈ તથા તેમના મિત્ર બંને રોડ પર ફંગોળાયા હતા.
બંનેને સારવાર અર્થે ધ્રાંગધા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા રણછોડભાઈ મેવાડાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી મોત થયું હતું. બાઈકને અડફેટે લેનાર વાહનચાલક ભાગી ગયો હોવાથી મૃતકના ભાઈ અરજણભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ પોલીસમાં ગુનો નોંધાવાયો હતો.

