Mumbai,તા.19
સોમવારે સલમાન ખાનના પિતા સલીમ ખાન અને માતા સલમા ખાનની 61મી વેડિંગ એનિવર્સરી હતી. આ પ્રસંગે આખા ખાન પરિવારે સોહેલ ખાનના ઘરે સાથે મળીને ઉજવણી કરી. આ અવસરે ખાન પરિવાર સહીત ઘણા સિલેબ્સ સામેલ થયા હતા.સલમાન ખાનના બોડીગાર્ડ શેરા પણ ખાન પરિવારના આ જશ્નમાં પોતાના પરિવાર સાથે પહોંચ્યો હતો. શેરા સાથે તેનો પુત્રએ પણ પેપરાઝી સામે પોઝ આપ્યા. આ પ્રસંગે સલમાનની બહેન અલવિરા અને તેમની બીજી માતા હેલન પણ હાજર હતા. આ ઉપરાંત, ઈન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓ પણ ખાન પરિવારના આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે ત્યાં પહોંચ્યા હતા.સલીમ ખાનના બીજી પત્ની હેલન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ સદાબહાર આઈકોન બ્લેક કલરના પરંપરાગત પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. ખાન પરિવારના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ પણ આ ઉજવણીનો ભાગ બન્યા હતા.

