Meghalaya તા.19
મણીપુર અને મેઘાલય વચ્ચે રહેલ રણજીટ્રોફી પ્લેટ નં.એક મેચમાં મણીપુરનાં બેટર લમાબમ અજયસિંહને અજીબ રીતે આઉટ અપાયો હતો. આ બેટસમેન કેચ આઉટ હતો ન બોલ્ડ હતો, કે રનઆઉટ પણ ન હતો.
પરંતુ બોલને ડીફેન્ડ કર્યા બાદ ફરી બોલ બેટર તરફ આવતા તેણે બેટથી બોલને રોકતા આ બેટર ડબલ શોટનો શિકાર થયો હતો. બેટર અજયસિંહે બે વખત બોલને હિટ કરતા મેઘાલયનાં ખેલાડીઓએ અપીલ કરતાં અજરસિંહને આઉટ જાહેર કરી દીધો હતો.અગાઉ પણ રણજી ટ્રોફીમાં આ રીતે આંધ્ર, જમ્મુ-કાશ્મીર અને તામિલનાડુનાં ખેલાડીઓ આઉટ થયા છે.

