અમે કાશ્મીરના જંગલોથી લઈ લાલકિલ્લા સુધી લોહી વહાવશુંઃ બડાશ હંકાર્યો
New Delhi તા.20
ત તા.10ના રોજ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં તપાસ એજન્સીઓ તબકકાવાર તેનું પગેરૂ પાકિસ્તાનમાં હોવાનું નિશ્ચિત કરી રહી છે તે વચ્ચે ખુદ પાકિસ્તાને જ સ્વીકારી લીધુ છે કે લાલકિલ્લા પાસેના બોમ્બ વિસ્ફોટમાં તેની ભૂમિકા છે અને તે કાશ્મીરના જંગલોથી લઈ દિલ્હીના લાલ કિલ્લા સુધી પ્રહાર કરી શકે છે.
પાક. કબ્જાના કાશ્મીરના કહેવાતા પૂર્વ વડાપ્રધાન ચૌધરી અનવરૂલ્લ હકકે દાવો કર્યો કે જો ભારત બલુચીસ્તાનમાં હુમલો કરાવી શકે છે તો અમે દિલ્હીમાં બ્લાસ્ટ કરાવી શકીએ છીએ. હકકને અગાઉ જ પાકિસ્તાન કબ્જાના કાશ્મીરની વિધાનસભામાંથી હકાલપટી કરાઈ છે.
તેને કહ્યું કે, મે અગાઉ જ કહ્યું હતું કે જો તમે બલુચીસ્તાનમાં લોહી વહાવશો તો અમે લાલકિલ્લાથી લઈ કાશ્મીરના જંગલો સુધી જવાબ આપશું અને અમારા શાહીને આ કરી બતાવ્યું છે અને તેઓ હજુ મૃતદેહો ગણી રહ્યા છે આ વિધાનો દર્શાવે છે કે દિલ્હી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા ખુલ્લી થઈ છે અને પાકિસ્તાનના નેતાએ સામેથી તે સ્વીકારી લીધુ છે.

