New Delhi,તા.20
શશી થરૂર વિપક્ષ પાર્ટી કોંગ્રેસના એક એવા સાંસદ છે, જેઓ અવાર નવાર પીએમ મોદીની પ્રશંસા કરતા રહે છે. તાજેતરમાં તેમણે વધુ એકવાર મોદીના જોરદાર ગુણગાન ગાતા કોંગ્રેસ નેતાઓ ભડકી ઉઠયા છે. આ નેતાઓએ થરૂર પર નિશાન સાધતા જણાવ્યું છે કે તો પછી આપ કોંગ્રેસમાં શા માટે છો? આ નેતાઓએ થરૂરને ઢોંગી કહ્યા હતા.
શશી થરૂરે અનેક પ્રસંગે પાર્ટીથી અલગ રસ્તો પસંદ કરીને મોદીની સરકારના વખાણ કર્યા છે અને તેમની નીતિઓની પ્રશંસા કરી છે. આ કડીમાં કોંગ્રેસના નેતા કોંગ્રેસના પુર્વ નેતા સંદીપ દીક્ષિતે ચુપ્પી તોડી છે.
તેમણે જણાવ્યું હતું કે, શશી થરૂરની મુશ્કેલી એ છે કે તેને દેશના બારામાં વધુ ખબર નથી. જો તમારા હિસાબે કોઈ કોંગ્રેસની નીતિઓ વિરુદ્ધ જઈને દેશ માટે સારુ કરી રહ્યા છે તો આપે તેમની નીતિ અપનાવવી જોઈએ, તમે કોંગ્રેસમાં શા માટે છો? માત્ર એટલા માટે કે આપ એક સાંસદ છો?
કોંગ્રેસના એક અન્ય નેતા અને પ્રવકતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે મને પીએમ મોદીના ભાષણમાં મને તો એવું કંઈ ન લાગ્યું કે તેના વખાણ કરી શકાય. શશી થરૂરે શું કહ્યું હતું?ઃ શશી થરૂરે, મોદીનું એક ભાષણ સાંભળીને પોતાનો અનુભવ શેર કરી ભાષણની પ્રશંસા કરી હતી.
જેમાં થરૂરે લખ્યું હતું, આ ભાષણ આર્થિક દ્દષ્ટિકોણ અને સાંસ્કૃતિક એકશનનું આત્થાન હતું. તેમણે રાષ્ટ્રની પ્રગતિ માટે બેચેન રહેવાનું આહવાન કર્યું હતું. થરૂરે લખ્યું હતું- પીએમન મોદીએ એ વાત પર ભાષણમાં જોર આપ્યું હતું કે ભારત હવે માત્ર ઉભરતું બજાર નથી. બલ્કે દુનિયા માટે `ઉભરતુ મોડેલ’ છે.

