Bhavnagarતા.21
ભારત સરકારશ્રીના “મીનીસ્ટ્રી ઓફ જલ શક્તિ” મંત્રાલય દ્વારા સમગ્ર ભારત માટે જાહેર કરેલ “છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ” માં “બેસ્ટ ULB (અર્બન લોકલ બોડી એટલે કે મહાનગરપાલિકા)” કેટેગરીમાં ભાવનગર મહાનગરપાલિકાએ સમગ્ર દેશમાં બીજો ક્રમ પ્રાપ્ત કરેલ.
જે અંતર્ગત તા. 18 નવેમ્બર, 2025 ના રોજ નવી દિલ્લી ખાતે યોજાયેલ એવોર્ડ વિતરણ સમારોહમાં દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની ગરીમામય ઉપસ્થિતિમાં ભારત સરકારના જળસંચય મંત્રાલયના કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલ ના વરદહસ્તે ભાવનગર મહાનગરપાલિકાને એવોર્ડ અને રોકડ પુરસ્કાર એનાયત થયેલ છે. જેને ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ અને કમિશનરશ્રી દ્વારા એવોર્ડ વિતરણ સમારોહમાં આજરોજ રૂબરૂ ઉપસ્થિત રહીને સ્વીકારવામાં આવેલ છે.

