Una, તા.21
ઉનાના નવાબંદર ગામે દરિયા જેટી નું કામ કરતી પરેશ કન્સ્ટ્રક્શન એન ફાઉન્ડેશન પા.લી. મુંબઈ ની કંપની દ્વારા જેટી બનાવવા માલ સામાન સામગ્રી બનાવવા નવાબંદર ગામે આવેલી સરકારી સર્વે નંબર 115 પૈકી ની પડતર જમીન મા ચાર વર્ષ પહેલા પેશકદમી જમીન મહેસુલ કાયદાની કલમ 61 હેઠળ કેસ ચલાવી 3.88 કરોડ નો દંડ મામલતદાર એ ફટકારતાં ભારે ચકચાર ફેલાઇ છે હાલ આ કંપની સામે કાર્યવાહી થતા જમીન ખાલી કરી રહી હોવાનું જોવાં મળી રહ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર ઉના મામલતદાર સમક્ષ પેશકદમી કેસ નં.076/2025શ્રી સરકાર વતી સર્કલ ઓફિસરશ્રી, ઉના 1 એ, પરેશ ક્ધસ્ટ્રક્શન એન્ડ ફાઉન્ડેશન પ્રા.લી.ના પ્રોપાઈટર શોપ નંબર 1/4 શીખા સી.એચ.એલ.લી નવી મુંબઈ વાળા સામે ઉના તાલુકા ના નવાબંદર ગામે જેટીના કામે ડમ્પીંગ/કાસ્ટીંગયાડ અને રો-મટીરીયલ સ્ટોરેજ માટે અંદાજે નવાબંદર ગામે શ્રી સરકાર હસ્તક ચાલતી સ.નં.115/પૈકીની હે. 10-00-00 ચો.મી. ભાડાપટે માંગણી કરેલ.
તેની મંજુરી મળ્યા પુર્વે ગેરકાયદેસર વાણિજય વિષયક હેતનું દબાણ કરેલ હોવાનું બહાર આવતા સર્કલ ઓફિસર ઉના-1 મહેસુલી તલાટી નવાબંદર દ્વારા પંચરોજકામ અને એલ.એન.ડી. ફોર્મની વિગતો ભરી જ.મ.કા.ક.61 તળે દબાણ કેસ ચલાવવા દરખાસ્ત રજુ કરતાં.
જે અંગે ઉના મામલતદાર કોર્ટમાં પેશકદમી કેસ ચાલી જતાં વાર્ષિક પત્રક (જંત્રી)નાં એક ટકા લેખે દબાણવાળી જમીનનો એક ટકા લેખે એક વર્ષનો દંડ રૂા.3,88,000/- (અંકે રૂપિયા ત્રણ લાખ અઠયાસી અજાર) પુરા થતો હોય, અને સવાલવાળી જમીનમાં સામાવાળાએ અંદાજીત 04 વર્ષથી વાણિજય વિષયક હેતુનુ દબાણ કરેલ હોય, જેથી 04 (ચાર) વર્ષનાં દંડની રકમ રૂા. 15,52,000(3,88,000404)(અંકે રૂપિયા પંદર લાખ બાવન હજાર) પુરા ભરવા તેમજ અન્ય રકમ પ્રર્વતમાન ઠરાવેલ જોગવાઈઓ અનુસાર ઈતર વેરાઓ દબાણદાર એટલે કે કંપની પાસેથી વસુલ કરવા તથા કરવામાં આવેલ દબાણ તેમના સ્વખર્ચે દુર કરવા હુકમ કરવામાં આવેલ હતો.
આ હુકમ સામે કંપની નારાજ હોય તો જ.મ.કા.ની કલમ-203 મુજબ દિન-60 માં સક્ષમ અધિકારી, નાયબ કલેકટર ઉનાની કોર્ટમાં અપીલ કરી શકે છે. તેવું ઉના મામલતદાર એ હુકમ મા જણાવ્યું છે.

