Prabhaspatan,તા.21
હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલ નાઓની સુચના આધારે પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્કવોડના માણસો અનડિટેક ગુના ડિટેકટ કરવા કામગીરીમાં હોય દરમિયાન એ.એસ.આઇ. હિતેષભાઇ નોંઘણભાઇ તથા પો.કોન્સ.કંચનબેન દેવાભાઇ એ પ્ર.પાટણ પો.સ્ટે. E-FIR ઉપરથી દાખલ થયેલ ગુ.ર. IPC 4.379 ના ગુનાના કામે CEIR પોર્ટલની મદદથી તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે નીચે જણાવેલ આરોપીને ચોરીમાં ગયેલ અસલ મુદ્દામાલ સાથે પકડી લઇ અનડિટેક્ટ ગુનો ડિટેકટ કરેલ છે અને આગળની તપાસ એ.એસ.આઇ.હિતેષભાઇ નોંધણભાઇ નાઓએ સંભાળેલ છે
આરોપીઓના રાજેન્દ્ર સીમાંચલભાઇ ત્રીપાઠી ઉ.વ.44 ધંધો.આઇ.ટીએન્જીનીયર રહે.મુળ બરમપુર ગામ તા.બરમપુર જી.ગંજામ રાજ્ય.ઓરીસ્સા હાલ વડોદરાને પકડી રિયલમી કંપનીનો 11 PRO મોબાઇલ કિ.રૂ 20,000/-નો કબ્જે લઈ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલની સુચના મુજબ,એ.એસ.આઇ.હિતેષભાઇ નોંઘણભાઇ, પો.હેડ.કોન્સ, ફુલદિપસિંહ જયસિંહ, અરજણભાઇ મેસુરભાઇ, કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ5) અને કંચનબેન દેવાભાઇ.સહિતનો પોલીસ સ્ટાફે કરી હતી.

