Kodinar તા.21
ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાની બાળ શ્રમયોગી નાબૂદી અંગેની ટાસ્કફોર્સ સમિતિ સાથે બાળ મજૂરી નાબૂદી રેઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમાર, કોડિનાર નગરપાલિકાના બી.એમ.ઝાલા, એલ.ડી.વાઢેર, નાયબ નિયામક સમાજ કલ્યાણ અધિકારીની કચેરીના એલ.ડી.વાઢેર, જિલ્લા રોજગાર વિનિમય કચેરીના આર.એમ.વાઘ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના કિરીટ એમ.કાથડ, જિલ્લા બાળ સુરક્ષા એકમના એમ.વી.ગોહિલ, જિલ્લા સુરક્ષા કચેરીના સી.બી.પરમાર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જે.પી.ડોડિયા, જિલ્લા નાગય નિયામક(વિ.જા.)ની કચેરીના પી.કે.ગોહિલ સહિતનાઓ દ્વારા બાળમજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ કોડિનાર શહેર વિસ્તારમાં જુદી-જુદી જગ્યાઓએ દરોડા પાડી તપાસ હાથ ધરાઈ હતી.
જેમાં કોડિનારના મામલતદાર ઓફિસ રોડ પરના મીયાં કોમ્પ્લેક્ષમાં આવેલ મસ્ત ચિકન શોપ-ઝહાંગીરમાં 1 બાળ શ્રમયોગીને ગેરકાયદેસર કામે રાખી બાળમજૂરી કરાવી ગુન્હો આચરેલ હોવાનું ધ્યાને આવતા સંસ્થાના માલિક મહેંદી હસન સૈયદમહેમૂદ નકવી વિરુધ્ધ કોડિનાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જિલ્લા સરકારી શ્રમ અધિકારી શ્રી એમ.એચ.પરમારની યાદીમાં જણાવાયું છે.

