Rajkot,તા.21
શિયાળામાં સૌથી વધુ અને સારુ શાકભાજી આવે છે. આથી શિયાળાની ઋતુમાં આરોગ્ય વર્ધક શાકભાજી આરોગવામાં આવે છે. પરંતુ શાકભાજીના વધેલા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ વિખેરાય ગયુ છે. હાલ બધુ જ શાકભાજી મોંઘુ છે. ગુવાર, ભીંડો, ટમેટા, મરચા સહિતનું તમામ શાકભાજી 100થી 120નું કિલો છે.એક મહિના પૂર્વે આવેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. મોટાભાગનો પાક ધોવાય ગયો છે સાથે શાકભાજીના પાકને પણ મોટુ નુકશાન થયું છે.
જેના કારણે યાર્ડમાં લોકલ આવક ઓછી છે.અન્ય રાજયોમાંથી શાકભાજી મંગાવવુ પડે છે. હજુ 15 દિવસ આ પરિસ્થિતિ યથાવત રહે છે. યાર્ડમાં નવુ લોકલ આવક શરૂ થશે.ત્યારબાદ ભાવ ઘટશે. લોકલ આવક જે થઈ રહી છે. તેની કવોલીટી સારી હોવાથી ભાવ ઉચા બોલે છે. અને બહારગામથી આવતુ શાકભાજી બગડી જવાથી ભાવ પર અસર પડે છે છેલ્લા એક સપ્તાહથી લોકલ શાકભાજી શરૂ થયુ છે.
કમોસમી વરસાદના કારણે પાક ધોવાય ગયો અને હવે નવા વાવેતર માટે વાતાવરણ અનુકુળ બન્યુ છે આથી નવો પાક પણ સારી કવોલીટીનો આવશે પરંતુ તેને આવતા હજુ 15 થી 20 દિવસ જેટલો સમય લાગશે.યાર્ડમાં મરચા મહારાષ્ટ્ર, રીંગણા, કર્ણાટકથી ભીંડો, અને ગુવાર નાસીકથી ટમેટા મહારાષ્ટ્ર, બેંગ્લોર, વટાણા મધ્યપ્રદેશથી આવી રહ્યા છે. બહારથી આવતા શાકભાજીમાં સ્વાદમાં પણ ફેટ પડે છે.સૌથી મોંઘુ ગુવાર ભીડો રૂ100નું કીલો છે.જયારે કોબીજ થોડુ સસ્તુ છે.
કોબીજ બજારમાં રૂ10 થી 20નું મળી રહ્યુ છે.શિયાળાની ઋતુમાં બહોળા પ્રમાણમાં શાકભાજી આવે છે. આથી શિયાળામાં ખાસ ઉંધીયુ બનાવવામાં આવે છે. જેમાં મોટાભાગના શાકભાજીનો ઉપયોગ લેવાય છે. પરંતુ શાકભાજી મોંઘુ થવાથી ગૃહિણીઓ મુંઝવણમાં મુકાય છે.
યાર્ડમાં લીંબુ રૂ15-32, ટમેટા રૂ25-45, કોથમરી રૂ45-67, રીંગણા રૂ40-88, કોબીજ રૂ10-20, ફલાવર રૂ15-25,ભીંડો રૂ35-50, ગુવાર રૂ50-100, ચોળાસીંગ રૂ35-62, વાલોળ રૂ50-80, કાકડી રૂ40-45, ગાજર રૂ25-35, વટાણા રૂ80-100, ગલ્કા રૂ30-50, મેથી રૂ40-50, વાલ રૂ60-82, આદુ રૂ55-66, મરચા રૂ17-40, લીલુ લસણ રૂ92-121ના કિલોએ વહેચાય રહ્યું છે.

