Kotdasangani ,તા.21
કોટડાસાંગાણીમા સરકાર દ્વારા મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરીને ખેડૂતોની મગફળી કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે જેમાં ખેડૂતો પાસાથી 1250 ટ્વીન્ટલ જેવી ખરીદી કરેલ છે જેમાં 2000 જેવા ખેડૂતો મગફળી કેન્દ્ર ઉપર ટેકાના ભાવે મગફળી આપેલ છે જે ખેડૂતોની મગફળી ખરીદી પૂર જોશમાં ખરીદી શરૂ કરીને ખેડૂતોને પુરાતા ભાવ મળી શકે અને ખેડૂતોને ઘણી બધી રાહત પણ મળી રહી છે ખેડૂતોને પૂછવામાં આવેલ હતી. જે ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.
જેમાં કોઈ વજનમાં તફાવત આવે છે કે અન્ય ભાવમાં કોઈ ફેરફાર આવે છે પણ ખેડૂતોએ એવું જણાવેલ કે સરકાર ખરીદી કેન્દ્રમાં મગફળી ખરીદી શરૂ કરેલ છે તેમાં અમોને પૂરેપૂરો સંતોષ મળી રહે છે અને ભાવ પણ પૂરો આપવામાં આવે છે અને વજનમાં પણ પૂરેપૂરો સંતોષ થઈ રહ્યો છે તેવું ખેડૂતો પાસે જાણવા મળ્યું અને ખેડૂતો મગફળી કેન્દ્રમાં પૂરેપૂરો સંતોષ થઈ રહ્યો છે.
તેવું ખેડૂતોએ જણાવેલ હતું કેન્દ્રની મુલાકાત આગેવાનો દ્વારા લેવામાં આવી હતી જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અશોકભાઈ ઠુંમર રાજકોટ જિલ્લા દૂધ ડેરીના ડિરેક્ટર સુરેશભાઈ લુણાગરિયા બાબુભાઈ સાવલીયા જયેશભાઈ ભૂત જગદીશભાઈ બંઉનો સમાવેશ થાય છે.

