Mumbai,તા.21
સોનમ કપૂર ફરી પ્રેગનન્ટ હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. હવે ખુદ સોનમે પોતે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની બીજી પ્રેગનન્સીની સત્તાવાર જાહેરાત કરી છે.
બોલીવૂડમાં ફેશન આઇકોન ગણાતી સોનમે આ જાહેરાત કરવા માટે પિન્ક વસ્ત્રોમાં ખાસ ફોટો શૂટ કરાવ્યું છે જેમાં તેનો બેબી બમ્પ ફલોન્ટ કરવામાં આવ્યો છે. સોનમ આવતાં વર્ષે બીજાં બાળકને જન્મ આપશે.
સોનમની આ પોસ્ટ પર પતિ આનંદ આહુજાએ હવે ડબલ ટ્રબલ એવી કોમેન્ટ કરી હતી. સોનમની ખાસ બહેનપણી કરીના કપૂરે તેને અભિનંદન પાઠવ્યાં હતાં. આ ઉપરાંત બોલીવૂડમાંથી પરિણિતી, પ્રિયંકા તથા ભૂમિ સહિતના કલાકારોેએ તેને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન ૨૦૧૮માં થયા હતા. ૨૦૨૨માં તેને ત્યાં પુત્ર જન્મ થયો હતો જેનું નામ વાયુ રાખવામાં આવ્યું છે.

