ટેકાના ભાવે ખેડૂતોને ૧૪૫૨ રૂપિયા મળી રહ્યા છે જ્યારે બજારમાં ૧૧૦૦થી ૧૨૫૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલોએ મળી રહ્યા છે
Banaskantha,તા.22
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પ્રતિ ૨૦ કિલોએ ખેડૂતોને ૧૪૫૨ રૂપિયા આપવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બજારમાં ખેડૂતોને ૧૧૦૦થી ૧૨૫૦ રૂપિયા મળી રહ્યા છે. જ્યારે મગફળીની ખરીદીમાં ખેડૂતોને વધુ પૈસા મળતા, ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
ટેકાના ભાવે મગફળીનું બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રજીસ્ટ્રેશન ધાનેરામાં કરાવ્યું હતું. ધાનેરામાં ૨૦,૭૧૪ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ટેકાના ભાવે ખેડૂતોને ૧૪૫૨ રૂપિયા મળી રહ્યા છે જ્યારે બજારમાં ૧૧૦૦થી ૧૨૫૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલોએ મળી રહ્યા છે.આમ, બજાર કરતા ટેકાના ભાવે સારા પૈસા મળતા, ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગત વર્ષે ૩૦ જેટલા જ કાંટા હતા અને આ વર્ષે ૧૦ જેટલા કાંટાનો વધારો કરવામાં આવતા બપોર સુધી જ ખેડૂતોનો વારો આવી જાય છે અને મોડી રાત સુધી ખેડૂતોને ઉભા રહેવું નથી પડતું, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
ગત વર્ષે મગફળી ભરેલા ટ્રેકટરોના લીધે ધાનેરા ડીસા હાઇવે પર ટ્રાફિક જામના દર્શ્યો પણ સર્જાતા હતા, પરંતુ આ વર્ષે તમામ ટ્રેકટરો માટે ૭ વિઘા જમીનમાં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે.
ટોકન પ્રમાણે પાર્કિંગ કરાવ્યા બાદ ટ્રેકટરોને મગફળી ખરીદી સેન્ટર પર લઈ જવામાં આવે છે, જેથી ધાનેરા ડીસા હાઇવે પર ટ્રાફિક સમસ્યા પણ હલ થઈ છે. ૧૧ દિવસમાં ૪૪૦૦ ખેડૂતોની મગફળી તોલવામાં આવી છે, એટલે ૨૦ ટકા જેટલા ખેડૂતોનો માલ તોલાઈ જતા, ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે. પહેલી વાર ખેડૂતો સરકારનો આભાર માનતા જોવા મળી રહ્યા છે.

