Mumbai, તા.૨૨
દેશમાં રમતગમતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે મહત્વની કામગીરી કરતા રિલાયન્સ ફાઉન્ડેશનને આજે એક મોટી ઉપલબ્ધિ મળી છે. FICCI’s India Sports Awards 2025માં રિલાયન્સ ફાઉન્ડેશનને Best Corporate PromOing Sports – High Performance એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સન્માન માત્ર સંસ્થાની સિદ્ધિઓને જ નથી દર્શાવતું, પણ ભારતીય ખેલાડીઓને લઈને વધતી આશાઓ અને સપનાઓની નવી દિશાને પણ દર્શાવે છે.
એવોર્ડ મળ્યા પછી રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ જે સંદેશ આપ્યો, તે સંદેશે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. “સપનાને પાંખો આપવાનો સમય આવી ગયો છે” આ વાક્ય સાથે તેમણે કહ્યું કે, આવનારો દાયકો ભારતીય રમતગમતનો સુવર્ણ યુગ હશે.
તેમનો સંદેશ માત્ર એક ભાષણ નહીં, પરંતુ રમતગમત દ્વારા રાષ્ટ્ર-નિર્માણની મજબૂત ઘોષણા બની ગયો.
નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન સતત ભારતના ખેલાડીઓને તાલીમ (ટ્રેનિંગ), ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ) અને હાઇ-પર્ફોર્મન્સ સપોર્ટ આપી રહ્યું છે. આ જ આશા અને અવિરત કાર્યને ધ્યાનમાં રાખીને FICCI એ આ વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશનને Corporate PromOing Sports – High Performance સન્માનથી નવાજ્યું છે. તેમના મતે રમતગમત માત્ર મેડલ જીતવાનું માધ્યમ નથી, પરંતુ દેશના ભવિષ્યને મજબૂત બનાવવાનો માર્ગ છે.
એવોર્ડ સ્વીકારતાં તેમણે કહ્યું કે, “આવનારો દાયકો ભારતીય રમતગમતનો સ્વર્ણિમ યુગ હશે. સરકાર, કોર્પોરેટ, FICCI જેવા સંગઠનો, આપણા યુવા ખેલાડીઓ અને તેમના પરિવારોની સાથે મળીને અમે ભારતને ખરેખર એક વૈશ્વિક મલ્ટી-સ્પોર્ટિંગ પાવરહાઉસ બનાવવા માંગીએ છીએ. આ માત્ર મેડલ જીતવાની વાત નથી, આ રમતગમતના માધ્યમથી રાષ્ટ્ર-નિર્માણનો સંકલ્પ છે.” તેમનો આ સંદેશ દેશના રમત ઇકોસિસ્ટમ નવી ઊર્જા લઈને આવ્યો છે.

