Russia,તા.24
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા શાંતિ પ્રસ્તાવની ચર્ચા વચ્ચે રશિયાએ યુક્રેન પર આ વર્ષનો સૌથી મોટો હુમલો કર્યો છે. જેમાં છ બાળક સહિત 33 લોકોના મોત થયા છે. આ હુમલામાં 12 થી વધુ લોકો ઘાયલ થયા છે.
રશિયાની સેનાએ યુક્રેનના વિવિધ શહેરો પર 1050 ડ્રોન અને 1000 ગ્લાઈડર બોમ્બથી હુમલો કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ હુમલાનો વીડિયો શેર કર્યો છે. ઝેલેન્સ્કીએ પોસ્ટમાં લખ્યું કે, રશિયાએ 1,050 થી વધુ ડ્રોન હુમલા અને લગભગ 1,000 ગ્લાઇડર બોમ્બ અને વિવિધ પ્રકારના 60 થી વધુ મિસાઇલો સાથે હુમલો કર્યો.
જયારે અમારા સલાહકારો સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા, જર્મની, ફ્રાન્સ અને યુકેના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. પરંતુ રાજદ્વારી પ્રયાસોની સાથે આવા ક્રૂર રશિયન હુમલાઓ સામે સંરક્ષણને મજબૂત બનાવવા માટે શક્ય તેટલું બધું કરવામાં આવશે.
આ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિએ એકસ પર પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે શનિવારે ટેર્નોપિલમાં રહેણાંક મકાન પર રશિયન મિસાઇલ હુમલાના સ્થળે બચાવ અને સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.
રશિયાના હુમલામાં છ બાળકો સહિત 33 લોકોના મોત થયા હતા. હું શોકગ્રસ્ત પરિવારો અને તેમના પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કં છું. દુઃખની વાત છે કે, છ લોકો હજુ પણ ગુમ છે. હું હુમલા પછી બચાવ કામગીરીમાં સામેલ તમામ સેવા કર્મચારીઓ અને આપણા લોકોને બચાવવા માટે કામ કરી રહેલા લોકોનો આભાર માનું છું.

