Mumbai,તા.24
દિગ્દર્શક એસએસ રાજામૌલી આજકાલ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ વારાણસી માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં જ એવી ચર્ચા થઇ હતી કે રાજામૌલી ફિલ્મ પર પાણીની જેમ પૈસા રેડી રહ્યો છે. તેનું કુલ બજેટ 1,300 કરોડ રૂપિયા હશે.
એક અહેવાલ અનુસાર, વારાણસીનું બજેટ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. દિગ્દર્શકે નિર્ધારિત બજેટને બદલે નિર્માતા પાસેથી સંપૂર્ણ મુક્તિની માંગ કરી છે. એવું કહેવામાં આવે છે કે ફિલ્મનાં બજેટનો મોટો ભાગ વીએફએક્સ પર ખર્ચ કરવામાં આવશે. હોલીવુડના ઘણાં સ્ટુડિયોએ આ પ્રોજેક્ટ સાથે હાથ મિલાવ્યા છે. રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બજેટ પર ઓનલાઇન અંદાજ તથ્યો પર આધારિત નથી.
નફામાં 50 ટકા સુધીનો હિસ્સો
રાજામૌલી નફાનું વિતરણ કરવાની અનોખી રીત માટે જાણીતાં છે. તેને ડાયરેક્ટરની જંગી ફી નથી જોઈતી, પરંતુ ફિલ્મની શરૂઆતમાં થોડી રકમ જોઈએ. બાદમાં તેઓ ફિલ્મની રિલીઝથી મળતાં નફાના 50 ટકા ભાગ લેવા માંગે છે. નિર્માતાઓને તેમનાં સંપૂર્ણ પૈસા પાછા મળ્યાં પછી, તેમને વિશ્વભરની કમાણીનો અડધો ભાગ મળી જાય છે. ફિલ્મ વારાણસી 2027માં રિલીઝ થશે.

