New Delhi તા.24
નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરો એનસીબી)એ એક મોટા સિન્થેટિક ડ્રગ્સ સિન્ડિકેટનો ખુલાસો કર્યો છે જેનું ઈન્ટરનેશનલ કનેકશન બહાર આવ્યું છે. એનસીબીએ પ્રારંભિક રીતે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં એક નાગાલેન્ડની મહિલા પણ સામેલ છે.
એનસીબીએ આ મહિલાના જણાવ્યા મુજબ છતરપુરથી 328 કિલો મેથામફેટામાઈન જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 262 કરોડ રૂપિયા જણાવાઈ રહી છે. એનસીબીના આ સિક્રેટ ઓપરેશનમાં દિલ્હી પોલીસ ટીમનો પણ સપોર્ટ રહ્યો હતો. હાલ આ કેસમાં એજન્સીઓની તપાસ ચાલુ છે.
એજન્સીઓ ડ્રગ સપ્લાય ચેન, હવાલાથી લેવડ-દેવડ, વિદેશી કનેકશન અને બાકી આરોપીઓના બારામાં ઉંડાણથી તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઓપરેશન ‘ક્રિસ્ટલ ફોટ્રેસ’ અંતર્ગત મેગા ટ્રાન્સ નેશનલ મેથામફેટામાઈન કાર્ટસના ભાંડાફોડ બદલ એનસીબી અને દિલ્હી પોલીસની જોઈન્ટ ટીમને અભિનંદન આપ્યા છે. તેમણે એકસ પર લખ્યું અમારી સરકાર ખુબ જ ઝડપથી ડ્રગ કાર્ટેલને ખતમ કરી રહી છે.
ડ્રગ્સની તપાસ માટે ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ એપ્રોચને સખ્તાઈથી અપનાવીને, નવી દિલ્હીમાં રૂા.262 કરોડની કિંમતના 328 કિલો મેથામફેટામાઈનની જપ્તી બે લોકોની ધરપકડ સાથે મોટી સફળતા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, ‘ઓપરેશન ક્રિસ્ટલ’થી આ ડ્રગ તસ્કરીનો ખુલાસો થયો છે. એનસીબી (ઓપીએસ બ્રાન્ચ) એ સ્પેશિયલ સેલ (સીઆઈ) સાથે મળીને 20 નવેમ્બરે છતરપુરમાં એક ઘરમાંથી લગભગ 328 કિલો ગ્રામ હાઈ-કવોલિટી મેથામફેટામાઈન જપ્ત કર્યું હતું.
આ મહત્વની કાર્યવાહી ગત કેટલાક મહિનાથી ગુપ્ત જાણકારી ટેકનીકલ ઈન્ટરએપ્ટ્સના આધારે સતત કરવામાં આવેલી તપાસનું પરિણામ છે જેથી એક ટ્રાફિકિંગ ચેનનો પતો લાગ્યો, આ મોટી સફળતા મળી હતી.

