Dehradun,તા.24
ઈન્ડિગો એરલાઈન્સના એક વિમાન સાથે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. મુંબઈથી ઉડાન ભરેલા ઈન્ડિગોના વિમાન સાથે ઉત્તરાખંડના ઋષિકેશ નજીક પક્ષી અથડાતાં વિમાનને નુકસાન થયું હતું.જોકે, વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાની પુષ્ટિ અધિકારીઓએ કરી છે.
ઈન્ડિગો એરલાઈન્સનું વિમાન મુંબઈથી 186 મુસાફરોને લઈને આવી રહ્યું હતું. ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત ઋષિકેશ નજીક જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર વિમાન જ્યારે રનવે પર હતું, ત્યારે તે પક્ષી સાથે અથડાયું, જેના કારણે વિમાનના એક ભાગને નુકસાન થયું.
અકસ્માત સમયે વિમાનમાં 186 મુસાફરો સવાર હતા. તાત્કાલિક કાર્યવાહીને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને બધા મુસાફરો સુરક્ષિત હતા.

