Guwahati, તા.24
ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે, ભારતીય કેપ્ટન ઋષભ પંત મેદાન પર કુલદીપ યાદવ પર ગુસ્સે થતો જોવા મળ્યો. કુલદીપ ઓવર નાખવામાં સમય માંગી રહ્યો હતો, જે ICCના સ્ટોપ-ક્લોક નિયમનું ઉલ્લંઘન હતું. અમ્પાયરે તેને ચેતવણી પણ આપી. પંત એક કે બે વાર નહીં, ઘણી વાર ગુસ્સે થયો અને સ્ટમ્પ પાછળથી ખેલાડીઓને ઠપકો આપ્યો.
ભારતને પહેલા દિવસે ઓવર મોડી કરવા બદલ પહેલી ચેતવણી મળી ચૂકી હતી, પરંતુ જ્યારે ટીમ બીજા દિવસે 88મી ઓવર દરમિયાન ફરીથી સમય મર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ ગઈ, ત્યારે અમ્પાયર રિચાર્ડ કેટલબરોએ બીજી ચેતવણી આપી.
પંતે ધીરજ ગુમાવી અને તેને તેના સાથી ખેલાડી સામે નારાજગી વ્યક્ત કરતા સાંભળવામાં આવ્યો. તેનો અવાજ સ્ટમ્પ માઈક પર સ્પષ્ટ રીતે સંભાળવા મળ્યો. પંત એ કહ્યું કે, “મિત્ર, 30 સેકન્ડનો ટાઈમર છે, શું તું ઘરે રમી રહ્યો છે? એક બોલ ઝડપથી નાખ.” પછી તેણે વધુ કડક સ્વરમાં ઉમેર્યું, “મિત્ર કુલદીપ, મેં બંને વખત ચેતવણીઓ લીધી છે.
શું તું ટેસ્ટ ક્રિકેટની મજાક કરી રહ્યો છે?” આ ઘટનાએ દર્શકોને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની કડક કેપ્ટનશીપની યાદ અપાવી, જે તેના ખેલાડીઓ પાસેથી સ્પોર્ટ્સમેનશીપ અને શિસ્તની અપેક્ષા રાખતો હતો.
ICC એ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં સ્ટોપ-ક્લોક નિયમ લાગુ કર્યો છે. આ નિયમ હેઠળ, “એક ઓવર પુરી થયા બાદ બીજી ઓવર 60 સેકન્ડમાં શરૂ થવી જોઈએ.” બેટિંગ કરનારી ટીમને પહેલી બે ઓવર માટે ફક્ત ચેતવણી મળે છે.
ત્રીજી ઓવરથી, બેટિંગ કરનારી ટીમને પાંચ રનનો બોનસ મળે છે. દર 80 ઓવર પછી ગણતરી ફરીથી સેટ થાય છે. આ નિયમ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં પહેલાથી જ અમલમાં છે અને આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
મને 2019માં લાગ્યું કે હું અહીં ફરી ક્યારેય ટેસ્ટ ક્રિકેટ નહીં રમી શકુ ઃ મુથુસામી
ગુવાહાટીઃ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર સેનુરન મુથુસામીએ 2019માં તેની ડેબ્યૂ શ્રેણીમાં માત્ર બે વિકેટ લીધા પછી વિચાર્યું હતું કે તે ફરી ક્યારેય ભારતમાં રમશે નહીં.તેણે બીજા દિવસની રમત પછી કહ્યું કે `મારી સફર અનોખી છે.
મેં 2019માં ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો, ત્યાં મારો પ્રવેશ થયો. પરંતુ પછી હું થોડા સમય માટે ઘણું બધું કરી શક્યો નહીં. પરંતુ ક્રિકેટ એક એવી સફર છે જ્યાં તમે દરેક દિવસને એક પછી એક લઈ જાઓ છો અને ખૂબ આગળ વિચારતા નથી.
બારસાપારા સ્ટેડિયમની પિચ રસ્તા જેવી છેઃ કુલદીપ
ગુવાહાટીઃ ડાબોડી સ્પિનર કુલદીપ યાદવે દક્ષિણ આફ્રિકાના નીચલા ક્રમને ઝડપથી આઉટ કરવામાં નિષ્ફળ જવા બદલ ભારતીય બોલરોનો બચાવ કર્યો છે, અને બારસાપારા સ્ટેડિયમની પિચની તુલના `રસ્તા’ સાથે કરી છે.
કોલકાતામાં પહેલી ટેસ્ટમાં બેટ્સમેનોને સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ સ્પિનરોને અહીંની પિચથી બહુ મદદ મળી ન હતી. કુલદીપે બે સ્થળોની તુલના કરતા કટાક્ષમાં કહ્યું, `કોલકાતાની વિકેટ અલગ હતી. તે ‘રસ્તા (સંપૂર્ણપણે સપાટ)’ જેવી છે. તેથી જ તે પડકારજનક છે, અને તેથી જ તેને ટેસ્ટ મેચ કહેવામાં આવે છે.”
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયા આ નિવેદનને કેવી રીતે લે છે તે જોવાનું બાકી છે, કારણ કે આ તેમના હોમ ગ્રાઉન્ડ પર પહેલી ટેસ્ટ છે અને કોઈ સિનિયર ખેલાડીએ પિચનું સારું મૂલ્યાંકન આપ્યું નથી.

