Mumbai,તા.22
હાર્દિકે ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથેની તસવીરો શેર કરી છે. મહિકાની આંગળી પર જોવા મળેલી હીરાની મોટી વીંટીએ સગાઈની અટકળોને વધુ તીવ્ર બનાવી છે.
ભારતીય ક્રિકેટ ટીમનાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની સગાઈના સમાચાર હાલમાં જોરશોરમાં છે. હાર્દિકે તાજેતરમાં પોતાની નવી ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથેની તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, જેનાં કારણે ચાહકોની ઉત્સુકતા વધી છે.
આ પોસ્ટ્સમાં તેના પુત્ર અગસ્ત્યની ઝલક પણ જોવા મળી રહી છે, પરંતુ મહિકાના હાથમાં રહેલી હીરાની મોટી વીંટીએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે, જેના પર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કપલે સગાઈ કરી લીધી છે.
સોશિયલ મીડિયા પર અટકળો તીવ્ર બની :-
તસવીરોમાં હાર્દિક અને મહિકાએ મેચિંગ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા હતાં અને તેઓ એકદમ નજીક દેખાતાં હતાં. લોકોની નજર મહિકાની આંગળી પરની તેજસ્વી વીંટી પર હતી. હાર્દિકના ફોલોઅર્સનું માનવું છે કે આ લેટેસ્ટ પોસ્ટ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે તેઓએ તેમનાં સંબંધોને આગલાં તબક્કામાં લઈ જવાનું નક્કી કર્યું છે અને બંનેએ સગાઈ કરી લીધી છે. હાર્દિક અને મહિકાએ થોડા મહિના પહેલાં તેમનાં સંબંધોને સાર્વજનિક કર્યા હતા. જોકે, સોશિયલ મીડિયા પર સગાઈના સમાચારની સાથે સાથે પ્રેગ્નેન્સીની અટકળો પણ તીવ્ર બની છે.
નતાશાથી છૂટાછેડા :-
હાર્દિકના નવા રિલેશનશિપ અંગે અટકળો પણ તીવ્ર છે કારણ કે તેણે તાજેતરમાં સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકને છૂટાછેડા આપી દીધાં હતાં. હાર્દિક અને નતાશાએ જુલાઈ 2024માં સત્તાવાર રીતે અલગ થવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે આ એક મુશ્કેલ નિર્ણય છે અને પુત્ર અગસ્ત્યની ખુશી સુનિશ્ચિત કરવા માટે તેઓ તેનું મળીને ઉછેર કરશે.

