Washington તા.22
2025ના નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા વેનેઝુએલાના ‘આયર્ન લેડી’ મારિયા કોરિના મચોડા મુશ્કેલીમાં મુકાયા છે. 10મી ડીસેમ્બરે ઓસ્લોમાં એવોર્ડ એનાયત સમારોહમાં હાજરી આપવા જશે તો ભાગેડુ જાહેર કરવાની પોતાના જ દેશના શાસકોએ ધમકી આપી છે.
વેનેઝુએલાના એટર્ની જનરલે કડક ચેતવણી આપતા તેમણે જણાવ્યું હતું કે મચાડો પર અનેક ગુનાહિત આરોપો છે અને જો તે દેશ છોડી દેશે તો તેને ભાગેડુ જાહેર કરવામાં આવશે. મચાડો વેનેઝુએલામાં લોકશાહી અને માનવ અધિકારો માટે લડી રહ્યા છે, અને સરકારે તેમની સામે આતંકવાદ સંબંધિત આરોપો સહિત અનેક ફોજદારી કેસ દાખલ કર્યા છે.
58 વર્ષીય વેનેઝુએલાની મહિલાએ જણાવ્યું છે કે તે વેનેઝુએલામાં છુપાઈને રહે છે. તેણીએ 10 ડિસેમ્બરે પોતાનો એવોર્ડ મેળવવા અને સમારોહમાં હાજરી આપવા માટે નોર્વેની રાજધાની ઓસ્લો જવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે માચાડો કેરેબિયન સમુદ્રની આસપાસ યુએસ લશ્કરી દળોની તૈનાતીને સમર્થન આપી રહ્યા છે, અને આ બાબતે તેમની તપાસ પણ ચાલી રહી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્ર્વના સૌથી મોટા વિમાનવાહક જહાજ, યુદ્ધ જહાજો અને ફાઇટર જેટને કેરેબિયન સમુદ્ર ક્ષેત્રમાં મોકલ્યા છે.આ વેનેઝુએલાની સરકાર વિરુદ્ધ “ડ્રગ વિરોધી મિશન” છે.

