Mumbai,તા.22
ઓક્ટોબર 2025 આ વર્ષની સૌથી સફળ સિનેમા રિલીઝનો મહિનો બન્યો. આરમેક્સના અંદાજ મુજબ આ મહિને કુલ મળીને રૂ।,1,680 કરોડનું બોક્સ ઓફિસ કલેકશન થયું. રિપોર્ટ મુજબ, કોરોના પછીનાં સમયમાં માત્ર પાંચમો એવો મહિનો છે જેમાં કમાણી રૂ।,1,500 કરોડને પાર ગઈ છે.
આ કમાણીનો મુખ્ય આધાર કાંતારા: ચેપ્ટર 1 રહ્યું, જે એકલાં એ જ મહિનાની કુલ કમાણીમાં 44 ટકાનો હિસ્સો ધરાવે છે. આ ફિલ્મે આશરે રૂ।35 કરોડ કમાઈને 2025ની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.
2025નું કુલ બોક્સ ઓફિસ કલેકશન અત્યાર સુધીમાં લગભગ રૂ।.8,,900 કરોડ સુધી પહોંચી ગયું છે, જે 2024ની સરખામણીમાં 24 ટકા વધુ છે. આ ઝડપને લીધે 2023ના રેકોર્ડ રૂ।.12,226 કરોડ ને પણ પાછળ છોડવાનો સંકેત મળે છે. રીજનલ સિનેમામાં, લાલો : કૃષ્ણ સદા સહાયતે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની છે.

