Morbi, તા.24
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના 12 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 3168 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો.
અને આરોપી સબુર જામસિંહ નીનામા (22) રહે. પેટલાદ તાલુકો મેમનગર જિલ્લો જાંબુવા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાઝી જતાં
મોરબી તાલુકાના પાપડીયારી ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં શૈલેન્દ્ર ગોડની બે વર્ષની દીકરી નિકિતા તેના ઘર પાસે કોઈ કારણોસર ગરમ પાણીમાં દાઝી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
ઝેરી અસર
માળીયા (મી)ના સુલતાનપુર ગામે રહેતા હીનાબેન સચીનભાઈ (20) નામની મહિલાએ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

