Junagadh તા.24
કેશોદમાં જમ્મુ-કાશ્મીરના શખ્સને મકાન ભાડે આપવા બાબતે મકાન માલીક સામે એસઓજી પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જુનાગઢ એસઓજી પેટ્રોલીંગમાં હતી.
ત્યારે કેશોદના પીપલીયાનગર વિસ્તારમાં મળેલી બાતમીના આધારે પુંજાભાઈ ભીખાભાઈ કોડીયાતરએ પોતાનું મકાન જમ્મુ કાશ્મીરના જવાજ અબ્દુલાહને ભાડા ઉપર આપેલ જેની પોલીસમાં જાણ કરવામાં આવેલ ન હોય જે કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય જે અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ શખ્સ પુલવામા અવંતીપોરાનો 39 વર્ષીય જવાજ અબ્દુલ હોવાનું ખુલવા પામ્યું હતું. શરત ભંગનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

