Mumbai,તા.24
પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું છે. 89 વર્ષીય દિગ્ગજ એક્ટરે સોમવારે બપોરે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્થિત પવનહંસ સ્મશાનગૃહમાં થઈ રહ્યા છે, જેમાં સલમાન ખાન, સંજય દત્ત, અમિતાભ બચ્ચન અને આમિર ખાન સહિત અનેક હસ્તીઓ હાજર છે. હાલ સ્મશાનગૃહનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે.ધર્મેન્દ્રના પરિવારે તેમના અવસાનની સત્તાવાર પુષ્ટિ કરી નથી. બપોરે તેમના ઘરની બહાર એક એમ્બ્યુલન્સ આવી હતી અને વિલે પાર્લે સ્મશાનગૃહમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યો હતો.

