Mumbai, તા.24
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાના પિતાને હૃદયરોગના હુમલા આવતા રવિવારે તેમના લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા. તરત જ લગ્ન સ્થળે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી, અને સ્મૃતિ મંધાનાના પિતાને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
કૌટુંબિક તબીબી ઈમરજન્સીના કારણે પણ લગ્ન સમારોહ મુલતવી રાખવાની ફરજ પડી હતી.હવે એવું જાણવા મળ્યું છે કે, સ્મૃતિ મંધાનાના મંગેતર પલાશ મુચ્છલને પણ તેમની તબિયત બગડતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
વાયરલ ઇન્ફેક્શન અને હાઇ એસિડિટીને કારણે પલાશ મુછાલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જવું પડ્યું હતું. જોકે, કેસ ગંભીર નહોતો. સારવાર બાદ, પલાશ મુછાલ હોસ્પિટલ છોડીને તેમના હોટલ ગયા છે.
સ્મૃતિ મંધાનાના ફેમિલી ડોક્ટર, ડો. નમન શાહે જણાવ્યું હતું કે એક મેડિકલ ટીમ તેમના પિતાના સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખી રહી છે. જો શ્રી મંધાનાની સ્થિતિમાં સુધારો થાય છે, તો તેમને આજે રજા આપવામાં આવી શકે છે.

