Mumbai,તા.24
બિટકોઇન (બીટીસી) માં ઘટાડો ક્રિપ્ટો માર્કેટ સુધી મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક બજારમાં વધતી જતી આર્થિક અનિશ્ચિતતા અને જોખમ ટાળવાને પ્રતિબિંબિત કરે છે. બિટકોઇન ધારકોએ ઉચ્ચ સ્તરે નફો બુક કરવાનું શરૂ કર્યું, જેના કારણે વેચાણનું દબાણ વધ્યું.
રોકાણકારોએ આનાથી ભયભીત થઈને ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. આવા ઘટાડા એ બજાર ચક્રનો કુદરતી ભાગ છે અને રોકાણકારોને તેમનાં પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરવાની તક આપે છે. નિષ્ણાતો કહે છે કે બજારમાં હાલની મંદી પાછળ અન્ય ઘણાં કારણો છે.
અન્ય લોકોની રોકાણની વ્યૂહરચનાઓથી શું સફળતા મળશે?
પૈસાના કિસ્સામાં, લોકો બીજાની સફળતા જોયા પછી તેઓની રોકાણની વ્યૂહરચનાને અનુસરવાની ભૂલ કરે છે, જે જોખમકારક સાબિત થઈ શકે છે. ‘જો તેણે આવું કર્યું તો હું પણ કરી શકું છું’ એવું વિચારવું ખોટું છે, કારણ કે દરેકની કમાણી, જીવનશૈલી અને નાણાકીય લક્ષ્યો અલગ અલગ હોય છે.
સોશિયલ મીડિયા અથવા સાથીદારોની ‘રાતોરાત સમૃદ્ધ થવું’ ના સપ્નાઓથી પ્રભાવિત થઈને આંધળું રોકાણ કરવું એ તમારા પોતાનાં વ્યક્તિગત નાણાકીય સત્યને અવગણે છે. સંપત્તિ ત્યારે જ બને છે જ્યારે તમે તમારી પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લો છો.
નવા લેબર કોડથી પીએફ અને ગે્રચ્યુઇટીમાં ફેરફાર
21 નવેમ્બર 2025 થી દેશમાં ચાર નવા લેબર કોડ અમલમાં આવ્યાં છે. આ ફેરફાર સાથે, હવે કોઈપણ કામદારને એક વર્ષ કામ કર્યા પછીગે્રચ્યુઇટી મળશે, જે અગાઉ પાંચ વર્ષની સેવા પછી ઉપલબ્ધ હતી.
આ સાથે, ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓને હવે નોકરી છોડતી વખતે વધુ સારી નાણાકીય સુરક્ષા મળશે. અગાઉ કામદારોને મર્યાદિત સ્તરે સામાજિક સુરક્ષા મળતી હતી, પરંતુ હવે તમામ કામદારોને પીએફ, ઇએસઆઇસી, વીમો અને અન્ય સુરક્ષા મળશે.
જાન્યુઆરીથી નવા આઈટીઆર ફોર્મ, 1 એપ્રિલથી નવો કાયદો
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ના પ્રમુખ રવિ અગ્રવાલે સોમવારે જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ આવતાં વર્ષે જાન્યુઆરી સુધીમાં નવા અને સરળ આવકવેરા અધિનિયમ, 2025 હેઠળ આઇટીઆર ફોર્મ અને નિયમો જારી કરશે. નવો કાયદો 1 એપ્રિલથી અમલમાં આવશે. આ નવો કાયદો 60 વર્ષ જૂના આવકવેરા અધિનિયમ 1961નું સ્થાન લેશે.
રિઝર્વ બેંકે એલર્ટ લિસ્ટમાં 7 નવા નામ ઉમેર્યા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બુધવારે ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મની ‘એલર્ટ લિસ્ટ’માં 7 નવા નામ ઉમેર્યા છે. તેમને વિદેશી ચલણમાં વ્યવહાર કરવાની મંજૂરી નથી કે ફોરેક્સ વ્યવહારો માટે ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ ચલાવવાની મંજૂરી નથી. આમાં સ્ટારનેટ એફએક્સ, કેપ્પ્લેસ, મિરોક્સ, ફ્યુઝન માર્કેટ્સ, ટ્રાઇવ, એનએક્સજી માર્કેટ્સ અને નોર્ડ એફએક્સ શામેલ છે.
જો ઠગ ફોન કરશે, તો હવે એઆઈ એલર્ટ આપશે
ગૂગલે તાજેતરમાં દિલ્હીમાં એક ઇવેન્ટ દરમિયાન છેતરપિંડીને રોકવા માટે ઘણાં નવાં એઆઈ સિક્યોરિટી ફીચર્સ લોન્ચ કર્યા છે. આમાંની સૌથી મહત્વપૂર્ણ છે જેમિની નેનો એઆઈ, જે રીઅલ ટાઇમમાં યુઝરને સ્કેમ એલર્ટ આપશે.
આ સિસ્ટમ કોઈપણ શંકાસ્પદ કોલનું વિશ્લેષણ કરશે અને છેતરપિંડી વિશે યુઝર્સને ચેતવણી આપશે. આ આખી પ્રક્રિયા ઓન ડિવાઇસ પર કામ કરશે, જેનાથી યુઝર્સનો ડેટા સુરક્ષિત રહેશે.

