Ayodhya તા.25
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ફરી એક વખત ઐતિહાસીક અવસર ભવ્ય રીતે ઉજવાયો હતો અને સમગ્ર રામનગરી રામમય બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરના સુવર્ણ શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
આ સાથે ભવ્ય રામ મંદિર સંપૂર્ણ રીતે પૂર્ણ થયાની ઘોષણા કરવામાં આવી હતી. ભવ્ય ધાર્મિક ઉત્સવમાં 8000 ખાસ મહેમાનો સામેલ થયા હતા અને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
અયોધ્યા રામમંદિરનાં સુવર્ણ શિખર પર આજે બપોરે શુભ મુહુર્તમાં વડાપ્રધાન મોદીનાં હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું. 22 ફૂટ લાંબા તથા 11 ફૂટ પહોળો ધ્વજ ફરકતાની સાથે જ જયશ્રી રામનાં નારા સાથે અલૌકિક વ્યવસ્થા સર્જાયુ હતું.
રામમંદિર ધ્વજારોહણમાં સામેલ મહેમાનો અગાઉ જ અયોધ્યા પહોંચી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અયોધ્યા પહોંચતાની સાથે જ સીધા સાત મંદિર ગયા હતા જયાં મહર્ષિ, વશિષ્ઠ, મહર્ષિ વિશ્ર્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલમીકી, દેવ અહીલ્યા, નિષાદરાજ, ગુહા તથા માતા શબરી મંદિરમાં પુજા કરી હતી. ત્યાંથી શેષાવતાર મંદિર અને ત્યારબાદ અન્નપૂર્ણા મંદિરે દર્શન પૂજા કર્યા હતા.
રામ દરબાર ગર્ભગૃહમાં દર્શન પૂજન બાદ સુવર્ણ શિખર પર ધ્વજારોહણ કર્યુ હતું.
શ્રી રામજન્મ ભુમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનાં ખજાનચી ગોવિંદ દેવગીરી મહારાજે કહ્યું હતું કે અભિજીત મુહુર્તમાં ધ્વજારોહણ નકકી કરવામાં આવ્યું હતું. સવારે 11.58 થી બપોરે 1 વાગ્યા સુધીનું આ શુભ મુહુર્ત હતું.ધ્વજારોહણ બાદ વડાપ્રધાને સંપૂર્ણ નિરિક્ષણ કર્યું હતું.
અયોધ્યા રાજવંશનો ધ્વજ ત્રેતાયુગ બાદ પ્રથમ વખત અધિકારીક રીતે રામમંદિરમાં લહેરાવવામાં આવ્યો છે. વૈશ્ર્વનવ પરંપરાના સંતોએ શાસ્ત્રોનાં અધ્યયન અને વિચાર વિમર્શ બાદ આ ધ્વજની રચના કરી છે. કેસરી રંગનો ધ્વજ ત્યાગ અને સમર્પણનો પ્રતિક છે. ધ્વજ પર સુર્યવંશી ભગવાન રામનાં પ્રતિક સુર્યદેવનું આંકન કરવામાં આવ્યું છે.
ધ્વજારોહણ સમારોહમાં સામેલ થવા ભાવિકોનાં અભૂતપૂર્વ ઉત્સાહને ધ્યાને રાખીને લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું. 50 થી વધુ સ્થળોએ એલઈડી સ્ક્રીન મુકવામાં આવી હતી. રામમંદિર ખાતેનાં આ સમારોહમાં 8000 થી વધુ મહેમાન સાક્ષી બન્યા હતા.
ધ્વજારોહણ કાર્યક્રમ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામપથ પર રોડ-શો કર્યો હતો જે દરમ્યાન ઉપસ્થિત હજારો લોકોએ સ્વાગત-અભિવાદન કર્યું હતું.
રામ મંદિર ખાતેનાં આ ભવ્ય દિવ્ય સમારોહ તથા મહાનુભાવોની હાજરીને ધ્યાને રાખીને સુરક્ષાની અભૂતપુર્વ વ્યવસ્થા કરવામાં આવી હતી.
6970 સુરક્ષા જવાનોને સલામતી વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.હેલીકોપ્ટર મારફત વોચ ઉપરાંત એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી હતી.
અયોધ્યામાં ધ્વજારોહન સાથે ભવ્ય રામમંદિર સંપૂર્ણ રીતે પૂર્ણ થયાનું જાહેર કરવામાં આવ્યુ છે. જયારે 1000 કવીન્ટલ ફૂલોથી સમગ્ર રામનગરીન સજાવટ કરવામાં આવી હતી. માઈક પરથી સતત રામધુન, ભજન અને કિર્તનની અલૌકિક દિવ્ય વાતાવરણ સર્જાયુ હતું.
રામમંદિરનો 11 ફૂટ પહોળો-22 ફૂટ પહોળો કેસરીયો ધ્વજ અમદાવાદમાં બન્યો છે
ધ્વજમાં ચમકતા સુરજનું અંકન:ત્યાગ-સમર્પણનુ પ્રતિક
રામનગરી અયોધ્યામાં રામ મંદિરનાં સુવર્ણ શિખર લહેરાવાયેલો 22 ફૂટ લાંબો તથા 11 ફૂટ પહોળો કેસરીયો ધ્વજ અમદાવાદમાં બનાવાયો છે. કેસરી રંગ ત્યાગ અને સમર્પણનો પ્રતિક છે. ધ્વજમાં શ્રીરામની વીરતાને દર્શાવતી ચમકતા સુરજની તસ્વીર અંકિત કરાયેલી છે. આ સિવાય ઓમ અને કોવિદારા વૃક્ષની તસ્વીર પણ છે.ત્રિકોણ આકારનાં ધ્વજને પેરાશુટ ફાઈબરથી બનાવવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ બનાવાયેલા આ ધ્વજનું વજન બે કિલોથી અધિક છે. 161 ફૂટ ઉંચા મંદિરના શિખર પર 42 ફૂટ ઉંચા ધ્વજના પોલને ધ્યાને રાખીને તૈયાર કરાયો છે.
રામ મંદિર નિર્માણનો ઘટનાક્રમ
અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિર નિર્માણનો મુદ્દો તો વર્ષોથી ચાલી રહ્યો છે પરંતુ મુખ્ય લક્ષ્યાંક છેલ્લા એક દાયકામાં જ પાર પડ્યા છે અને તેનાથી મંદિર નિર્માણને નિર્ણાયક વળાંક આપ્યા હતા.
9 નવેમ્બર 2018: સર્વોચ્ચ અદાલતે રામ મંદિરની તરફેણમાં ચૂકાદો આપીને નિર્માણ કર્યાનો માર્ગ ખોલ્યો
25 માર્ચ 2020: ટેન્ટમાં અસ્થાયી મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કરાયા
5 ઓગસ્ટ 2020: વડાપ્રધાન મોદીના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન
22 જાન્યુઆરી-2024: ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા
14 એપ્રિલ 2025: મુખ્ય શીખર પર કળશ સ્થાપન
5 જૂન 2025: રામ દરબારની સ્થાપના
25 નવેમ્બર 2025: ધ્વજારોહણ
સંઘવડા મોહન ભાગવત, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી-રાજ્યપાલની ઉપસ્થિતિ
રામ મંદિર સુવર્ણ શીખર પર ધ્વજારોહણ સમારોહમાં સામેલ થવા માટે મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યા હતા. અગાઉના સમારોહમાં સામેલ થયા ન હોય તેવા મહેમાનોને તેડાવવામાં આવ્યા હતા. બીજી તરફ રાષ્ટ્રપતિ સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ વગેરે પણ હાજર હતા.

