China તા.25
ચીનમાં એક 23 વર્ષના યુવકે પથારીમાં પડયા રહેવાનો વિશ્વ વિક્રમ સર્જયો છે. તેણે મેટ્રેસ (પથારી) પર 33 કલાક 35 મિનિટ સુધી ‘આરામ’ કરીને કોમ્પિટીશન જીતી રૂા.40 હજારની કમાણી કરી હતી!
લાઈંગ ફલેટ કોન્ટેસ્ટ બાઓટો શહેરમાં થઈ હતી. જેમાં 240 લોકોએ ભાગ લીધો હતો. તેમાં નિયમ હતો કે પાર્ટીસિપન્ટ્સ ગાદલા પર સૂતા રહેશે, ટોયલેટ માટે પણ નહીં ઉઠે. પ્રથમ 24 કલાકમાં 186 લોકો બહાર થઈ ગયા. મુકાબલો 33 કલાક 35 મિનિટ સુધી ચાલ્યો, ત્યાર બાદ બે બાકી રહેલા વ્યકિતમાંથી એકે હાજર માની લીધી એટલે બીજો સ્પર્ધક વિજેતા જાહેર થયો તેને 40 હજાર રૂપિયાનું ઈનામ મળ્યું.
વિનરે કહ્યું હતું કે મારી ગર્લ ફ્રેન્ડે મને કોમ્પિટીશનની લિંક મોકલી હતી. બોલી હતી તું તો આમ જ પડયો રહે છે, જા જીતીને આવ, દરમિયાન હાર માનવાનું મન થયું તો ગર્લ ફ્રેન્ડ ખિજાઈ- ઉઠતો નહીં, જીતીને આવજો!

