Chennaiતા.25
તમિલનાડુ રાજયના તેનકાસી જિલ્લામાં બે બસો સામસામી ટકરાતા આ ગમખ્વાર અકસ્માતમાં છનાં મોત અને 30થી વધુ મુસાફરો ઘાયલ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતકોમાં પાંચ મહિલા એક પુરૂષનો સમાવેશ થાય છે.
મળતી વિગત મુજબ તમિલનાડુના તેનકાસી જિલ્લામાં મદુરાઈથી સેનકોટ્ટાઈ જતી બસ કોવિલ પટ્ટી આગળ અન્ય બસ સાથે અથડાતા માર્ગ મુસાફરોની ચીચીયારીથી ગુંજી ઉઠયો હતો.
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ દોડી આવી હતી. સ્થળ પર જ બસમાં સવાર પાંચ મહિલા એક પુરૂષના મોત થયા હતા. 30થી વધુ ઘાયલ થતા 25 જેટલી એમ્બ્યુલન્સની મદદથી દવાખાને સારવારમાં ખસેડાયા હતા.
બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા જેસીબીની મદદ લઈ પતરા કાપી ઘાયલ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બસમાં 55 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત સર્જાયો હોવાની વિગતો ખુલી હતી. પોલીસે ઘટનાના સીસીટીવી ફુટેજ આધારે તપાસ આગળ ધપાવી છે.

