Jamkandorana તા.25
જામકંડોરણામાં પટેલ ખેડૂત પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને રૂ।.93 લખાની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી નાસી છૂટ્યા હતાં. ખેડૂત પરીવાર ધોરાજી બનેવીની પાણીઢોળ વિધિમાં ગયા હતાં. દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના ઉસેડી ગયા હતાં. જે અંગે જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાાદ નોંધાવી હતી.
બનાવ અંગે જામકંડોરણામાં તળાવ પ્લોટની સામે લેઉવા પટેલ સમાજની વાડી સામે રહેતા અને ખેતીકામ કરના દિવ્યેશભાઇ છગનભાઇ રાદડીયા(ઉ.વ. 43) નામના ખેડૂતે જામકંડોરણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને પરિવારમાં પત્ની ચેતના તથા સંતાનમાં 17 વર્ષીય દીકરી તુલશી અને સાત વર્ષીય પુત્ર પર્વ છે.
ગઇ તા. 22/11 ના રોજ ફરિયાદી પરિવાર સાથે ઘોરાજી બનેવી દિનેશભાઇ વલ્લભભાઇ ઠુંમરનું અવસાન થયું હોય જેની પાણીઢોળ વિધિ હોય જેથી ત્યાં ગયા હતાં. ત્યાંથી તા. 23/11 સાંજના ઘરે પરત ફરતા ઘરના ડેલાનું તાળુ ખોલી દરવાજો ખોલવાની કોશિશ કરતા દરવાજો ખુલતો ન હતો.જેથી ફરિયાદીના પત્ની ચેતનાબેને બાજુમાં રહેતા કૌટુંબિક ભાઇ મહેશ પ્રેમજીભાઇ રાદડીયાના ઘરના ધાબા પરથી ઘરની અંદર જઇ અંદરના ડેલાનો આંગળિયો ખોલતા તમામ સામાન વેરવિખેર હોય ઘરમાં ચોરી થયાનું માલુમ પડયું હતું.
બાદમાં ઘરમાં તપાસ કરતા સેટી પલંગમાં રાખેલા સોનાના દાગીના જેમાં પાંચ તોલાનું મંગળસૂત્ર કિ.રૂ।0,000, અન્ય મંગળસૂત્ર કિ.રૂ। 36 હજાર, સોનાનું પેન્ડલ કિં.રૂ। 18 હજાર તથા ચાંદીના સાંકળા બે જોડી કિં.રૂ। 5 હજાર, કંદોરા બે જોડી મળી કુલ રૂ। 1.93 લાખના સોના-ચાંદીના ચોરી થયાનું માલુમ પડયું હતું. તસ્કરોએ ખેડૂતના ઘરના બાજુના ધાબા પરથી અંદર આવી ફરિયાદીના ઉપરના માળના મેઇન દરવાજા તથા નીચેના રૂમમાં દરવાજાના તાળા તોડી સેટી પલંગમાંથી સોના-ચાંદીના દાગીના ઉસેડી ગયા હતાં. જે અંગે ખેડૂતે જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
ચોરીના લીધે પુત્રી ગભરાઇ જતા અર્ધ બેભાન થઈ ગઈ
જામકંડોરણઆ ખેડૂતના મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.1.93 લાખના સોના-ચાંદીના દાગીના ઉસેડી લીધા હતાં. પરિવાર ઉત્તરક્રિયામાંથી પરત ફર્યા બાદ ચોરી થયાનું માલુમ પડયું હતું. આ વાતની જાણ ખેડૂતની પુત્રી તુલસીને થતા તે ગભરાઇ ગઇ હતી. ગભરાટના લીધે તેને મુંજારો થવા લાગતા તેને સારવાર માટે જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

