Rajkot, તા. રપ
કુવાડવા ગામના તત્કાલીન સરપંચ સામે 5,000ની લાંચ સ્વીકારતા પકડાય ગયેલના ગુનામાં સરપંચને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રાજકોટની એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટે હુકમ કર્યો છે.
રાવળા હકકની જમીન મામલતદાર દ્વારા લીઝમાં ફેરવી દેવાની કામગીરી માટે કુવાડવા ગ્રામપંચાયતનો ઠરાવ કરી આપવા માટે સરપંચ ચનાભાઇ રામાણીને કુલ રૂા.8,પ00ની લાંચ માંગેલ હતી જે લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાઇ ગયેલ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઇ હતી.
કેસની પ્રાપ્ત હકીકતો મુજબ ફરિયાદોએ તા. 21-9-2007ના રોજ રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન સમક્ષ પોતાની ફરિયાદ સુપ્રત કરાવતા જણાવેલ હતું કે તેઓ કુવાડવા ગામના રહીશ ખીમજીભાઇના કુલમુખત્યાર હોય અને તેઓએ ખીમજીભાઇની કુવાડવા ગામની રાવળા હકકના મકાનની જમીન રેગ્યુલરાઇઝ કરવા માટે તા. 18-9-2007ના રોજ ગ્રામ પંચાયત કચેરી કુવાડવામાં એક લેખ ીત અરજી આપેલી જે અનુસંધાને કુવાડવા ગામના સરપંચ આરોપી ચનાભાઇ દેવરાજભાઇ રામાણીએ આ કામના રેગ્યુલરાઇઝ કરવાના ઠરાવ કરવા માટે રૂા. 10,000ની માંગણી કરેલ. જે અંતે રૂા. 8,પ00 આપવાનું નકકી થયેલ જે પૈકી રૂા. 3,પ00 અગાઉ લઇ લીધેલ બાકીની રકમ રૂા. પ,000 ફરીયાદીએ આપવી ન હોય જેથી સુરેન્દ્રનગરના એ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.ડાભી સમક્ષ સરપંચ ચનાભાઇ રામાણી વિરૂધ્ધ લેખીતમાં રજી આપેલ હતી. સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસે લાંચનું છટકુ ગોઠવતા સરપંચ ચનાભાઇ લાંચ સ્વીકારતા રંગે હાથ પકડાઇ ગયા હતા.
કેસ કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલો દ્વારા 1પ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા અને ફરિયાદી, પંચ તેમજ તલાટી, સેકશન ઓફિસર તથા પોલીસ અધિકારીઓ સહિત કુલ 6 જેટલા સાહેદોને તપાસવામાં આવેલ હતા. આરોપીના અંશ ભારદ્વાજે દલીલ કરતા જણાવેલ હતું કે આક્ષેપીત પાસેથી લાંચની રકમની રીકવરી થવી તે એકમાત્ર હકીકતથી પ્રોસીકયુશનનો કેસ પુરવાર થતો નથી. ડીમાન્ડ પુરવાર કરવી અનિવાર્ય છે.
પ્રીઝમ્શન માટે સૌપ્રથમ પ્રોસીકયુશનને ચાર્જ મુજબનો પોતાનો કેસ નિસંદેહપણે પુરવાર કરવો પડે. આ કેસમાં ફરીયાદ લેનાર, ટે્રપ ગોઠવનાર અને કેસની પ્રાથમિક તપાસ કરનાર પોલીસ અધિકારી એમ.જે.ડાભી છે. જ્યારે સમગ્ર કામગીરી એક જ પોલીસ અધિકારી કરે ત્યારે કેસ શંકાસ્પદ થઇ જાય છે.
વધુમાં બચાવપક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ હતી કે, હાલના કેસમાં કુવાડવા ગ્રામ પંચાયત દ્વારા રાવળા જમીનમાં અગાઉ મકાન ડિમોલીશન કરવામાં આવેલ હતું જે ડિમોલેશન થયા હેલા તે ડિમોલેશન અટકાવવા હાલના ફરીયાદપક્ષે સીવીલ કોર્ટમાં તથા ડિસ્ટ્રીકટ કોર્ટમાં મનાઇ હુકમ મેળવવા અરજી દાખલ કરેલ હતી. જેમાં મનાઇ હુકમ આપવામાં આવેલ ન હતો.
તેમ છતાં રાજકીય લાગવગનો ઉપયોગ કરી ફરીયાદપક્ષે તાલુકા પંચાયતમાંથી મનાઇ હુકમ મેળવેલ હતો. જેથી તે સમયના ડેવલોપમેન્ટ કમિશ્રનરે કોર્ટના હુકમ વિરૂધ્ધની કાર્યવાહી કરવા માટે તાલુકા પંચાયતના સદસ્યોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરેલ હતી જે અપીલના કામે તેઓએ તે સમયના સરપંચ (આ કામના આક્ષેપીત) સામે આક્ષેપો કરેલ હતા. પરંતુ હાઇકોર્ટ તે અપીલ નામંજૂર કરેલ હતી.
જે કારણોસર આ કામના ફરીયાદપક્ષને તે સમયના સરપંચ (આ કામના આક્ષેપીત) વિરૂધ્ધ મતભેદ હોવાથી અને તે અંગેનું દબાણ લાવવા માટે હાલના આક્ષેપીતની પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં ફરીયાદીની જમીન વાવતા ભાગીયાઓના કરીયાણાનો માલ ઉધાર લેતા હતા તેના પૈસા હાલના આક્ષેપીતને ચુકવવાના બાકી હતા તે પૈકીના અગાઉ રૂા. 3500 આપેલ હતા અને રૂા.5000 બાકી હતા.
જે અંગેની હકીકત તપાસ કરનાર અમલદાર સમક્ષ જે તે વખતે જણાવેલ હતી અને આ જ હકીકત આક્ષેપીતને અટક કર્યા તે દિવસે પણ નિવેદનમાં જણાવવામાં આવેલ હતી. જેથી આક્ષેપીતનું નિવેદન આ કામમાંથી દુર કરવામાં આવેલ. પરંતુ પ્રોસીકયુશનની મંજુરી આપનાર અને ચાર્જશીટ કરનાર અધિકારીના નિવેદનમાં પ્રોવિઝન સ્ટોરના પૈસા લેવાના બાકી હતાની હકીકત પુરવાર થયેલ છે.
દલીલો અને ટાંકેલા ચુકાદા ધ્યાને લઇ એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટે આરોપી ચનાભાઇ દેવરાજભાઇ રામાણીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો. આ કેસમાં આરોપી વતી અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસ એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહિત, અતુલ બોરીચા, દિશા ફળદુ, મિહિર શુકલ રોકાયેલા હતા.

