Amreli,તા.25
અમરેલીના ટ્રાફિકથી સતત ધમધમતા સ્ટેશન રોડ ઉપર આવેલ દેના બેંક સોસાયટીના રહેતાં અને સિલાઈનુ કામ કરતાં એક આધેડના મકાનમાં કોઈ અજાણ્યો ચોર ઇસમે પ્રવેશ કરી ચોરી કરી લઇ ગયેલ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
આ બનાવમાં અમરેલીમાં સ્ટેશન રોડ ઉપર આવેલ દેના બેંક સોસાયટીના ગોપી ડુપ્લેક્ષ બ્લોક નં.6 માં બ્રહ્મ સમાજની વાડી સામે રહેતાં અને સિલાઈનુ કામ કરતાં કિરીટભાઈ કાંતીભાઈ મકવાણા નામનાં 54 વર્ષીય આધેડ ગત તા. 9/11ના રોજ બપોરનાં સમયે તેમની દુકાને હતા.તેમનાં પત્નિ તથા દીકરી ગામમા દિકરીના લગ્ન હોય જેથી ખરીદી કરવા ગયેલ હતાં.
ત્યારે બપોરના આશરે અઢી વાગ્યે જમવા માટે ગયેલ ત્યારે મકાનની અંદરનો મેઈન દરવાજો અડધો ખુલ્લો હતો. અને ઘરમા તપાસ કરતા તિજોરીમા પર્સમા રાખેલ અધેડનાં પત્નિની સોનાની બંગડી નંગ 2 બીલ મુજબ વજન 21.238 મ જેની કિમત રૂપિયા 1,11,336ની કોઈ અજાણ્યો ચોર ઇસમ ભરબપોરે ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી લઇ ગયેલ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

