Mithapur,તા.25
મીઠાપુર નજીક આવેલા ભવનાથ મંદિર પાસે થોડા દિવસો પૂર્વે બીએસએનએલ દ્વારા ચાલી રહેલી કામગીરી અંતર્ગત અહીં રાખવામાં આવેલા રૂપિયા 48 હજારની કિંમતના 96 મીટર જેટલા કોપર તથા આર્મ્ડ કેબલ વાયરની ચોરી થવા સબબ બીએસએનએલમાં સાઈડ ઈજનેર તરીકે નોકરી કરતા મૂળ રાજસ્થાન રાજ્યના ગનેશકુમાર બાબુલાલ મીના દ્વારા મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આને અનુલક્ષીને મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આ પ્રકરણના આરોપી એવા ખંભાળિયામાં રામનાથ મહાદેવ મંદિરની પાછળ રહેતા મેહુલ લખુભાઈ કણજારીયા નામના શખ્સને મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

