New Delhi,તા.25
બાબર આઝમે ઝિમ્બાબ્વે સામે ટ્રાઈ સીરિઝની ચોથી મેચમાં પોતાના T20I કરિયરની 38મી અર્ધસદી ફટકારી છે. આ સાથે જ તેણે વિરાટ કોહલીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તો ચાલો T20I માં સૌથી વધુ અર્ધસદી ફટકારનારા ટોપ-5 બેટ્સમેનો વિશે જાણીએ. બાબર આઝમે ઝિમ્બાબ્વે સામે 74 શાનદાર ઈનિંગ રમીને પાકિસ્તાનને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બાબરની T20I ઈન્ટરનેશનલમાં 38મી અર્ધસદી હતી. આ સાથે જ તેણે વિરાટ કોહલીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વિરાટ કોહલીએ પોતાના T20 કરિયરમાં સૌથી વધુ 38 અર્ધસદી ફટકારી હતી. પરંતુ હવે બાબર આઝમ તેની પાસેથી આ તાજ છીનવી લેવાની કગાર પર છે.પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ લિસ્ટમાં 32 અર્ધસદી સાથે ત્રીજા ક્રમ પર છે. તેણે પોતાના T20I ઈન્ટરનેશનલ કરિયરમાં 151 ઈનિંગ્સમાં આ 32 અર્ધસદી ફટકારી છે
પાકિસ્તાનના વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનું નામ પણ આ લિસ્ટમાં સામેસ છે. રિઝવાને અત્યાર સુધીમાં પોતાના T20I કરિયરમાં 30 અર્ધસદી ફટકારી છે.ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ડેવિડ વોર્નર હજુ પણ ટોપ-5 બેટ્સમેનોના લિસ્ટમાં સામેલ છે. વોર્નરે પોતાના T20I ઈન્ટરનેશનલ કરિયરમાં 28 અર્ધસદી ફટકારી હતી. આ ઉપરાંત ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જોસ બટલરના નામે પણ આ ફોર્મેટમાં 28 અર્ધસદી ફટકારવાનો રેકોર્ડ છે.

