Mumbai,તા.25
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમ હાંફી ગઈ છે. કોલકાતા ટેસ્ટમાં પરાજય બાદ હવે ગુવાહાટી ટેસ્ટમાં હારની શક્યતાઓ વધુ છે. સાઉથ આફ્રિકાના 25 વર્ષના ખેલાડી માર્કો જાનસેને પોતાની બેટિંગ અને બોલિંગથી ભારતના ધુરંધરોનો પરસેવો છોડાવી નાંખ્યો. ગુવાહાટી ટેસ્ટમાં પહેલા 93 રન ફટકાર્યા અને પછી માત્ર 48 રન આપીને 6 વિકેટ પણ ખેરવી. યાનસેનની બોલિંગના કારણે સાઉથ આફ્રિકાની ટીમ ભારતીય ટીમ પર ભારે પડી.
માર્કો યાનસેન ભારતમાં કોઈ પણ વિદેશ ખેલાડી દ્વારા ટેસ્ટ મેચમાં હાફ સેન્ચુરી અને 5થી વધુ વિકેટ લેનારા દુર્લભ ખેલાડીઓની યાદીમાં સ્થાન બનાવી લીધું છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પર વ્હાઈટવોશનો ખતરો મંડરાઈ રહ્યો છે. ટીમ પ્રથમ ઈનિંગમાં 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ ઈનિંગમાં 489 રન નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયા સામે 288 રનની વિશાળ લીડ મેળવી લીધી છે. આ મેચમાં ભારતીય બોલરો બાદ બેટરોનું પણ નબળું પ્રદર્શન છતું થઈ ગયું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી બેટિંગમાં સેન્યુરન મુથ્થુસામીએ અને માર્કો જ્હોન્સને જ્યારે બોલિંગમાં માર્કો યાનસેને દમદાર પ્રદર્શન કરીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે. ટેસ્ટ મેચના આજે (24 નવેમ્બર) ત્રીજા દિવસની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાએ બીજી ઈનિંગમાં વિના વિકેટે 26 રન નોંધાવ્યા છે. આ સાથે દક્ષિણ આફ્રિકાએ કુલ 314 રનની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 201 રનમાં ઓલઆઉટ થયા બાદ દક્ષિણ આફ્રિકાને 288 રનની વિશાલ લીડ મળી ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના બોલર માર્કો યાનસેને પ્રથમ ઈનિંગમાં છ વિકેટ લઈ ઈતિહાસ રચી દીધો છે.
ભારતીય ટીમ તરફથી પ્રથમ ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે 97 બોલમાં 58 રન, કે.એલ.રાહુલે 63 બોલમાં 22 રન, સાંઈ સુદર્શને 40 બોલમાંથી 15 રન, ધ્રુવ જુરેલે 11 બોલમાં 0 રન, સુકાની ઋષભ પંતે 8 બોલમાં 7 રન, રવિન્દ્ર જાડેજાએ 18 બોલમાં 6 રન, નિતિશ કુમાર રેડ્ડીએ 18 બોલમાં 10 રન, વોશિંગ્ટન સુંદરે 92 બોલમાં 48 રન, કુલદીપ યાદવે 134 બોલમાં 19 રન, જસપ્રીમ બુમરાહે 17 બોલમાં 5 રન અને મોહમ્મદ સિરાજે 6 બોલમાં અણનમ બે રન નરોંધાવ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ માર્કો યાનસેને છ વિકેટ ઝડપી છે, જ્યારે સીમોન હાર્મરે ત્રણ અને કેશવ મહારાજે એક વિકેટ ખેરવી છે. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં કુલદીપ યાદવે ચાર વિકેટ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ ઝડપી હતી.

