Rajkot તા.25
લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ તા.14-12-25ને રવિવારે સવારે 7થી મોડી રાત સુધી સુપર એઈટ ડે એન્ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ રૂદ્રાક્ષ પાર્ટી લોન્સ, ન્યુ રીંગ રોડ-2, મુંજકા રાજકોટ ખાતે યોજાશે.
આ ટુર્નામેન્ટ વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન થયેલ 14 ટીમો ભાગ લેશે. ફોર્મ ફી, એન્ટ્રી ફી માટે લોહાણા યુવક પ્રગતિ મંડળ, સાંગણવા ચોક, લોહાણા મહાજનવાડી બિલ્ડીંગ, કોટક શેરી, રાજકોટનો સંપર્ક સાધવો. વિજેતા ટીમોને ટ્રોફી, ઈનામો અપાશે.

