આ પ્રસંગે પીએમ મોદીની સાથે સીએમ યોગી તથા મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા
Ayodhya,તા.૨૫
પીએમ મોદીએ અભિજીત મૂહૂર્તમાં રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજા ફરકાવી. આ ઐતિહાસિક અને અલૌકિક પળનો આખો દેશ સાક્ષી બન્યો છે. આ ખાસ કાર્યક્રમ પ્રસંગે પીએમ મોદી સાથે યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, યુપી સીએમ યોગી આદિત્યનાથ અને આરએસએસ સુપ્રિમો મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.
આ ધર્મધ્વજ ફક્ત એક ધ્વજ નથી. તે ભારતીય સભ્યતાના પુનર્જીવનનો ધ્વજ છે. ભગવો રંગ, સૂર્યવંશનું ચિહ્ન, ’ઓમ’ શબ્દ અને કોવિદાર વૃક્ષ રામ રાજ્યના મહિમાનું પ્રતિક છે. આ ધ્વજ એક સંકલ્પ છે, એક સફળતા છે, સર્જન માટે સંઘર્ષની વાર્તા છે, ૧૦૦ વર્ષના સંઘર્ષનું ભૌતિક સ્વરૂપ છે… આવનારી હજારો સદીઓ સુધી, આ ધ્વજ ભગવાન રામના મૂલ્યોનો પ્રચાર કરશે. સત્ય એ ધર્મ છે. કોઈ ભેદભાવ કે દુઃખ ન હોવું જોઈએ, અને શાંતિ અને સુખ હોવું જોઈએ..કોઈ ગરીબી ન હોવી જોઈએ, અને કોઈ લાચાર ન હોવું જોઈએ…”
આજે એ યજ્ઞની પૂર્ણાહૂતિ છે જેની અગ્નિ ૫૦૦ વર્ષ સુધી પ્રજવલિત રહી. જે યજ્ઞ એક પળ પણ આસ્થાથી ડગમગ્યો નહીં.એક પળ પણ વિશ્વાસથી તૂટ્યો નહીં. આજે ભગવાન શ્રીરામના ગર્ભગૃહની અનંત ઊર્જા, રામ દરબારનો અનંત પ્રતાપ રૂપે આજે ધર્મધ્વજ પ્રતિસ્થાપિત થયો છે. આ ધર્મધ્વજા માત્ર ધ્વજા નથી ભારતીય સભ્યતાના પુર્ન જાગરણનો ધ્વજ છે. દરેક રામ ભક્તના હૃદયમાં અસાધારણ સંતોષ છે. અનંત કૃતજ્ઞતા છે. અનંત અલૌકિક આનંદ છે. સદીઓના ઘા રૂઝાઈ રહ્યા છે. સદીઓના દુઃખ આજે શાંત થઈ રહ્યા છે. સદીઓનો સંકલ્પ આજે સફળ થઈ રહ્યો છે. આજે તે બલિદાનની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ ૫૦૦ વર્ષ સુધી પ્રજ્વલિત રહી.ભગવાન રામની ઉર્જા આ ધર્મ ધ્વજના રૂપમાં ભવ્ય રામ મંદિરના શિખર પર સમાધિ પામેલી છે.
“આજે, આખું ભારત અને વિશ્વ રામથી ભરેલું છે. દરેક રામ ભક્તના હૃદયમાં અસાધારણ સંતોષ છે. અનંત કૃતજ્ઞતા છે. અગમ્ય અલૌકિક આનંદ છે. સદીઓના ઘા રૂઝાઈ રહ્યા છે. સદીઓના દુઃખ આજે શાંત થઈ રહ્યા છે. સદીઓનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે. આજે તે બલિદાનની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ ૫૦૦ વર્ષ સુધી પ્રજ્વલિત રહી.ધર્મધ્વજ ફરકાવ્યા બાદ કાર્યક્રમ સ્થળ પર હાજર જનમેદનની સંબોધન કર્યુ હતું. જેમાં સૌ પ્રથમ યોગી આદિત્યનાથ અને ત્યારબાદ મોહન ભાગવતે સંબોધન કર્યું. સીએમ યોગીએ કહ્યું કે એક નવા યુગનો શુભારંભ થયો છે. આ ભવ્ય મંદિર ૧.૪ અબજ ભારતીયોની શ્રદ્ધાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે રામ મંદિર પર લહેરાતો ભગવો ધ્વજ ધર્મ અને ભારતના દ્રષ્ટિકોણનું પણ પ્રતીક છે. દૃઢ નિશ્ચયનો કોઈ વિકલ્પ નથી. યોગી આદિત્યનાથે “આપણે લાઠી-ગોળીઓનો સામનો કરીશું, પણ ત્યાં મંદિર બનાવીશું” ના સૂત્રનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભગવાન રામનું પવિત્ર શહેર એક નવા યુગમાં પ્રવેશ્યું છે. આજે અયોધ્યામાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. તેમણે અયોધ્યામાં થયેલા વિકાસ કાર્યોની પણ યાદી આપી અને “જય જય શ્રી રામ” ના સૂત્ર સાથે પોતાનું ભાષણ સમાપ્ત કર્યું.તો સંઘ પ્રમુખે કહ્યું કે રામમંદિર માટે લોકોએ બલિદાન આપ્યું. આજે અશોકજીને શાંતિ મળી હશે. આજે રામમંદિરની શાસ્ત્રીય પ્રક્રિયા પૂર્ણ થઇ. કરોડો લોકોની આસ્થા સાકાર થઇ છે. રામ રાજ્યનો ’ધ્વજ’, જે એક સમયે અયોધ્યામાં ઊંચે ઉડતો હતો અને વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ ફેલાવતો હતો, તે હવે તેના ’શિખર’ પર બેઠો છે અને અમે આ બનતા જોયા છે. ’ધ્વજ’ એક પ્રતીક છે. મંદિર બનાવવામાં સમય લાગ્યો. જો તમે ૫૦૦ વર્ષ બાજુ પર રાખો તો પણ ૩૦ વર્ષ લાગ્યા.

