Mumbai,તા.26
ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના બીજા ટેસ્ટમાં પ49 રનનો જંગી ટાર્ગેટનો સામનો કરી રહેલ ભારતીય ટીમે આજે સવારે જ ધબડકાનો પ્રારંભ કરી દીધો છે.
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભારતે 81 રનમાં પાંચ વિકેટ ગુમાવી છે અને તે 468 રન પાછળ છે. સવારે જ નાઇટ વોચમેન કુલદીપ યાદવ આઉટ થયો હતો. બાદમાં કેપ્ટન પંત, ડી.જુરેલની વિકેટ પડી હતી.અત્યારે હાલ જાડેજા 17 રને અને સાંઇ સુદર્શન 14 રને પીચ પર છે.

