Veraval,તા.26
ગીર સોમનાથ જિલ્લામાં દેશ વિદેશમાંથી યાત્રાળુઓ સોમનાથમાં ફરવા તેમજ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં મેજિસ્ટ્રે દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં હોટલો, ગેસ્ટ હાઉસ વગેરે સ્થળોએ મુસાફરો આવતા હોય છે. જેઓના આધાર પુરાવા અને વાહન વગેરેની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં હોટલ માલિકોએ મૂકવાના હોય છે.જેને લઈને ગીર સોમનાથ એસ ઓ જી ના ઇન્ચાર્જ પી આઈ ડી એમ. કાગડાની માર્ગદર્શન હેઠળ ટીમ પ્રભાસ પાટણ વિસ્તારમાં હોટલ અને ગેસ્ટ હાઉસના ચેકીંગની કામગીરી કરી રહીં હતી દરમિયાન પ્રભાસ પાટણમાં રહેતો શબીર આમદભાઈ મોથીયા નામના હોટલ સંચાલકે તેની હોટલમાં રહેવા માટે આવતી વ્યક્તિઓની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રીઓ કર્યા વગર રહેવા માટે રૂમ આપેલો હોય , જેથી તેમના વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ મથકમાં જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરી ગીર સોમનાથ એસ ઓ જી ઇન્ચાર્જ પી આઇ ડી.એમ. કાગડા, એ એસ આઈ દેવદાનભાઈ કુંભારવાડીયા,હેડ કોસ્ટેબલ ગોપાલભાઈ મકવાણા , કૈલાશ સિંહ બારડ અને મહાવીર સિંહ જાડેજા સહિતના સ્ટાફે બજાવી છે.

