Washington,તા.27
અમેરિકામાં એક અસાધારણ ઘટનામાં વોશિંગ્ટન ડી.સી.માં પ્રમુખના નિવાસ વ્હાઈટ હાઉસ બહાર એક શુટરે ગોળીબાર કરતા અહી સુરક્ષા માટે તૈનાત નેશનલ ગાર્ડના બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે અને એક અન્યને પણ ગોળીથી ઈજા થઈ છે.
અમેરિકી સમય મુજબ બપોરે 2.30 વાગ્યે આ ઘટના બની હતી. જેમાં ઓટોમેટીક શસ્ત્ર પરથી એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને ત્રાસવાદી હુમલો દર્શાવીને તેનો આકરો જવાબ અપાશે તેવું જારી કર્યુ છે. જયારે ગોળીબાર કરનાર વ્યક્તિ અફઘાન નાગરિક હોવાનું અને તેનું નામ રહેમાનુલ્લાહ લાકનવાલ હોવાનું બહાર આવ્યું છે.
તેને અમેરિકાના અફઘાન ઓપરેશન સમયે અહી તૈનાત અમેરિકી દળોને મદદ કરવા માટે જે રીતે સંખ્યાબંધ અફઘાન નાગરિકોને 2021માં ઓપરેશન અલાઈઝ વેલકમ હેઠળ અમેરિકામાં આશરો આપવામાં આવ્યો હતો તેમાં તે એક હોવાનું જાહેર થયુ છે અને તેને અમેરિકી નાગરિકત્વ આપવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ હતી.
હવે કયા કારણોસર તેણે આ હુમલો કર્યો તે અંગે તપાસ શરૂ થઈ છે. હુમલા માટે જીવતા ઝડપાઈ જવાનું પસંદ કર્યુ તે પણ આશ્ચર્યજનક છે. આ ઘટના સમયે જો કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ પોતાના પામ બીચ સ્થિત રિસોર્ટમાં થેન્કસ ગીવિંગ ડેની રજા માણતા હતા. તેઓને આ ઘટનાની માહિતી અપાઈ હતી.
આ ઘટના વ્હાઈટ હાઉસની 17મી સ્ટ્રીટ અને એચ.સ્ટ્રીટ વચ્ચે થઈ હતી જેનાથી વ્હાઈટ હાઉસ ફરી બે બ્લોક દુર છે. આ સ્થળે ગોળીબારનો અવાજ સંભળાતા વધારાના સુરક્ષાગાર્ડ વિ. પહોંચી ગયા હતા અને એક હેલીકોપ્ટર પણ વ્હાઈટ હાઉસ ઉપર ઉડવા લાગ્યું હતું. આ ઘટના બાદ ટ્રમ્પે નેશનલ ગાર્ડના વધુ સૈનિકોને વોશિંગ્ટન ડી.સી. જે પાટનગર એરીયા છે. ત્યાં સુરક્ષા માટે તૈનાત કરવા આદેશ આપ્યો હતો.
આ એક પુર્વ યોજીત હુમલો હતો અને હુમલાખોરના હથિયાર વિ.ની તપાસ થઈ રહી છે. હુમલાખોર પોઈન્ટ બ્લેક રેન્જ અત્યંત નજીકથી ગોળીબાર કર્યો હતો તેને પણ નેશનલ ગાર્ડના વળતા ગોળીબાર કે કોઈ હુમલા જે તેને ઝડપવા માટે કરાયો હોય તેનાથી ઈજા થઈ છે પણ તેનાથી હુમલાખોરના જીવન પર કોઈ જોખમ નથી.
ઈજાગ્રસ્ત બન્ને નેશનલ ગાર્ડની હાલત અંગે હજુ કોઈ નિશ્ચિત માહિતી જાહેર થઈ નથી. એક અહેવાલમાં બન્ને માર્યા ગયા હોવાનું કહેવાયું હતું પણ તેને સતાવાર સમર્થન નથી.
વ્હાઈટ હાઉસની બહાર કોણે હુમલો કર્યો? અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આતંકી ઘટના ગણાવી 2 – image શૂટરની ઓળખ 29 વર્ષીય રહેમાનુલ્લાહ લખનવાલ તરીકે થઈ છે, જે અફઘાન મૂળનો છે અને 2021માં અમેરિકા આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં, એફબીઆઈ (FBI) આ મામલાની તપાસ આતંકવાદી હુમલાના એંગલથી કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર પણ વાયરલ થઈ રહી છે, જે કથિત રીતે વ્હાઇટ હાઉસ ગોળીબારના આરોપીની હોવાનું કહેવાય છે.
ડીસીના મેયર મ્યુરિલ બાઉઝરે જણાવ્યું કે આરોપીએ આ હુમલો નિશાન બનાવીને (ટાર્ગેટેડ એટેક) કર્યો હતો. ઘટનાસ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી વ્હાઇટ હાઉસની સામે ટહેલી રહ્યો હતો અને અચાનક એક વળાંક પર ઉભો રહીને તેણે હેન્ડગન કાઢીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
આ ગોળીબારનો ભોગ બનેલા બંને નેશનલ ગાર્ડના સભ્યોને માથામાં ગોળી વાગી છે, જેના કારણે તેમની હાલત અત્યંત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ ઘટના બાદ એફબીઆઈના વડા કાશ પટેલે ઘટનાસ્થળ પર પહોંચીને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.
તેમણે મીડિયાને જણાવ્યું કે, આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને મામલાની તપાસ ચાલી રહી છે. હુમલા પાછળનો તેનો હેતુ શું હતો તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાએ અમેરિકાની રાજધાનીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. વ્હાઈટ હાઉસ પાસે ગઈકાલે બપોરે થયેલા ગોળીબારને ત્રાસવાદી કૃત્ય જાહેર કરતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલીક આદેશથી તમામ અફઘાની નાગરિકોની અમેરિકા વિસા પ્રક્રિયા સ્થગીત કરી છે અને હાલ કોઈ અફઘાનીને પ્રવેશ અપાશે નહી. શ્રી ટ્રમ્પ થેન્કસ ગીવિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે હાલ ફલોરીડામાં પામ બીચ ખાતેના તેમના રિસોર્ટમાં છે તો ઉપપ્રમુખ જે.ડી.વાન્સ કેન્ટકીમાં છે તેઓ તાત્કાલીક વોશિંગ્ટન આવવા રવાના થયા હતા.
આ હુમલાની પ્રમુખ ટ્રમ્પને જાણ કરાતા તેઓએ પોતાના સોશ્યલ મીડીયા હેન્ડલ પર આ ઘટનાને ત્રાસવાદી કૃત્ય ગણાવીને કહ્યું કે ગુન્હેગારને સજા કરાશે. દેશમાં આ હુમલાથી આક્રોશ અને ગુસ્સો છે.
આ હુમલો કરનાર જાનવરને સૌથી આકરી સજા થશે. તે માટે અફઘાન નાગરિકના અમેરિકા પ્રવેશ માટે બાઈડન તંત્રને જવાબદાર ગણાવ્યું હતું તથા આ હુમલાને રાષ્ટ્રીય સલામતી સામે ખતરો ગણાવ્યો હતો.
તેઓએ તાત્કાલિક આદેશમાં હાલ અમેરિકા માટેના અફઘાન નાગરિકોના વિસા અરજી થંભાવી દેવા તથા હવે દરેક અરજી પર નવેસરથી ચકાસણીનો આદેશ આપ્યો છે અને કહ્યું કે જેઓ અમેરિકાને ચાહતા નથી તેઓને આ દેશમાંથી દુર કરાશે.

