New Delhi, તા.27
ભારત સતત કેમ હારી રહ્યું છે તેના કારણ અનેક છે. જેમાં બેટિંગથી લઈ બોલિંગ બંને ફ્લોપ રહ્યા છે.
બોલરોમાં ટેસ્ટ કૌશલ્યનો અભાવ
ભારતીય બેટ્સમેનમાં ટેસ્ટ કૌશલ્યનો અભાવ હતો. ટીમનો કોઈ પણ બેટ્સમેન ઝડપી કે સ્પિન બોલિંગનો અસરકારક રીતે સામનો કરી શક્યો નહીં. ખાસ કરીને યુવા ખેલાડીઓ ધ્રુવ જુરેલ, સાઈ સુદર્શન અને નીતિશ કુમાર રેડ્ડી ભારે નિરાશાજનક હતા.
ઓલરાઉન્ડરો પર નિર્ભરતા મોંઘી સાબિત થઈ છે
ભારતીય ટીમ મેનેજમેન્ટનો ઓલરાઉન્ડરો પર વધુ પડતો આધાર રાખવો મોંઘો સાબિત થયો. ધ્રુવ જુરેલ અને ઋષભ પંત વિકેટકીપર-બેટ્સમેન હતા, જ્યારે વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી અને રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર હતા. પ્લેઇંગ ઇલેવનમાં જયસ્વાલ, લોકેશ રાહુલ અને સુદર્શન એકમાત્ર નિષ્ણાત બેટ્સમેન હતા.
બોલિંગ પણ નિષ્ક્રિય લાગી
ભારતીય બોલરો પણ હાર માટે જવાબદાર છે. ગુવાહાટીની એ જ પીચ પર જ્યાં પેસ બોલર માર્કો જેન્સન અને સ્પિનર હાર્મરે તબાહી મચાવી હતી, ત્યાં ભારતીય બોલરોને વિકેટ લેવામાં મુશ્કેલી પડી. દક્ષિણ આફ્રિકાના છેલ્લા ચાર બેટ્સમેનોએ પ્રથમ ઇનિંગમાં 250 થી વધુ રન ઉમેર્યા, જે હારનું એક મોટું કારણ હતું.
ભારતની ત્રણ સૌથી મોટી હાર
પરિણામ…………..વિરોધીટીમ……..સ્થળ……….વર્ષ
408 રનથી હાર…..દ. આફ્રિકા……..ગુવાહાટી….2025
342 રનથી હાર…..ઓસ્ટ્રેલિયા……..નાગપુર……2004
341 રનથી હાર…..પાકિસ્તાન……..કરાચી…….2006

