Junagadh, તા.26
કેશોદ ખાતે રહેતા યુવાનના મો.સા. ઉપર બે ખુંટીયા ઝગડતા માથે પડતા યુવાનને ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન મોત નોંધાયુ હતું. કેશોદ લીંબડા ચોકમાં રહેતા સોયબભાઇ ગફારભાઇ મહીડા (ઉ.વ.34) ગત સાંજે 7.પ0 કલાકે પોતાની મો.સા. નં. જીજે 11 સીએસ 679પમાં જતા હતા.
ત્યારે લીંબડા ચોકમાં બે ખુંટીયા ઝગડતા હોય જે સોયબભાઇ ગફારભાઇની મો.સા. ઉપર પડતા સોયબભાઇને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. બનાવની તપાસ કેશોદ પોલીસે હાથ ધરી છે.
વડાલ ગામે રાધાવાડી પ્લોટમાં રહેતા મહેન્દ્રભાઇ અશ્વિનભાઇ કોઠીયા જેઓ ઇન્ડેન ગ્રામીણ તરીકેની ગેસ એજન્સી ચલાવતા હોય તેમની વડાલ ગામની સીમમાં ગેસ એજન્સીની ઓફિસ આવેલી હોય રાત્રીના સમયે તસ્કરોએ નિશાન બનાવી દીવાલ તોડી ઓફિસનો દરવાજો તોડી મેનેજર વિવેકભાઇ અંબાસણાના 10 હજાર રોકડા, સીસીટીવી કેમેરા, એક રાઉટર મળી કુલ 37700ની મતાની ચોરી કરી ગયાની મહેન્દ્રભાઇએ ફરીયાદ નોંધાવતા પોલીસ ઇન્સ. ડી.વી.બાલાસરાએ તપાસ હાથ ધરી છે.
જુનાગઢ તાલુકાની હદમાં ઝાંઝરડા ચોકડી ખાતેની કણસાગરા લેબોરેટરીમાં અજાણ્યા ઇસમે રાત્રીના સમયે પ્રવેશી વહેલી સવારના પ.30 કલાકે ત્રણ જુદી જુદી કંપનીના મોબાઇલ કિંમત રૂા. 27000ના કોઇ ચોરી કરી લઇ ગયાની આદર્શ કરશનભાઇ વાજા (ઉ.વ.19) લેબોરેટરી ટેકનીશ્યન રે. મધુરમ વાળાએ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા તાલુકા પીએસઆઇ ડી.વી.બાલાસરાએ તપાસ હાથ ધરી છે. રાત્રીના ઠંડીના કારણે તસ્કરોએ ઠેર ઠેર હાથ અજમાવવાનું બહાર આવી રહ્યું છે.

