Junagadh, તા.27
જુનાગઢ અ અને બી ડીવીઝન પોલીસે પોસ્કોના કેસના બે આરોપીઓનો દબોચી લીધા હતા બંનેને પકડી મેડીકલ ચેકઅપ માટે મોકલી કાયદેસરની કાર્યવ્ાહી હાથ ધરી છે. જોષીપરામાં રહેતો 19 વર્ષનો યુવા બે સગીરબાળાઓને ભગાડી ગયાની ફરીયાદ નોંધાઇ હતી બીજા કેસમાં મોટી પાનેલીનો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયાની ફરીયાદ નોંધાઇ છે.
જુનાગઢ જોષીપરા ગીરીરાજ રોડ પર રહેતો સાઇ મંથન ચંદ્રકાંત ઉર્ફે બંટી થોરાટ (ઉ.વ.19) નામનો યુવાન ગત તા. 22-11ના બે સગીરાને જેમાં એક 14 વર્ષ અને એક 1પ વર્ષની સીરાને લઇને ગોંડલ ચોકડી બસમાંથી ઉતરી ત્યાંથી વડોદરા ત્રણેય ભાગી ગયા હતા.
જે અંગે તરૂણીના પિતાએ એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી હતી એ ડીવીઝન પીઆઇ વી.જે.સાવજે અને સ્ટાફે વડોદરાથી પકડી બંને તરૂણીઓ અને ત્રણેયને જુનાગઢ લાવ્યા હતા.
પોલીસે આરોપીનું મેડીકલ ચેકઅપ કરાવી પોસ્કોની કલમ અન્વયે કાર્યવાહી હાથ ધરાશે. બીજા કેસમાં ઉપલેટામાં મોટી પાનેલી ગામનો હીરેન બના સોલંકી સામે પોસ્કો કેસ અન્વયે બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર જે.જે.પટેલ અને સ્ટાફે જામનગરના નિકાવા ખાતેથી દબોચી લીધો હતો.

