Jamnagar,તા.27
જામનગરના જાણીતા બિલ્ડર જેમને ત્યા તાજેતરમાં જ લગ્ન પ્રસંગ હતો ત્યાં આઇટીના દરોડા સાથે બીજી સેન્ટ્રલ એજન્સીઓ પણ તપાસમા જોડાઇ છે સાથે સાથે જામનગરના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટની સંડોવણીનુ પ્રકરણ રાજસ્થાનના કોઇ ડેવલપરને ત્યાં તપાસના અનુસંધાને ખુલતા તેની ધરપકડ થઇ છે.
જામનગરમાં વૈભવી બંગલા લગડી જમીન ઉપર બનાવનાર બીલ્ડરના એક આઇટી કેસમાં અપીલ સંદર્ભમા ઇન્કમ ટેક્સ અપીલેટ ઓથોરીટી જે જ્યુડીશીયલ એક્શન પણ લઇ શકે છે ત્યા જામનગરના જાણીતા ટેક્ષ કન્સલ્ટન્ટએ આ અપીલ સંદર્ભે કોઇ ગંભીર ગેરરીતી કર્યાનુ ખુલતા સમગ્ર પણે જામનગરમાં બિલ્ડરને ત્યાં તપાસ શરૂ થઇ છે
દરમ્યાન ઇન્કમ ટેક્ષ અપીલેટમાં ગેરરીતી કરાવ્યાના મામલે ટેક્સ કન્સલ્ટન્ટની ધરપકડ પણ થઇ છે કેમકે જામનગર અને રાજસ્થાનના કોઇ ડેવલપરોના ઇન્કમટેક્સ રીટર્ન અને સબમીશન મામલે મોટી ગેરરીતી સામે આવી છે તેમજ મામલો એટલો ગંભીર છે કે આ તપાસમા સીબીઆઇ, ઇડી, ફેરા પણ જોડાયાનુ અનુમાન છે
જામનગરના આ બીલ્ડરને ત્યા પરીવારમાં તાજેતરમાં જ વેૈભવી લગ્ન ગોવામાં એક શીપ મા થયા હતા તેમજ આ બીલ્ડરના રાજસ્થાન મા લેન્ડ ડેવલપીંગ મામલે જોડાણ હતા ત્યા ઇન્કમટેક્ષની તપાસ થઇ તો કનેક્શન જામનગર ખુલ્યુ છે
દરમ્યાન જામનગરના આ બીલ્ડર મોટી વ્યક્તિઓ સાથે સ્કળાયેલ હોઇ તેમજ રાજકીય વગ પણ ધરાવતા હોઇ આ દરોડાથી પહેલા તો ઘનબા લોકો સ્તબ્ધ થયા તો અમુક ખુબ નજીકનુ વર્તુળ પોતાના ડોક્યુમેન્ટસ અને રેકોર્ડ સમાનમા કરવામાં લાગી ગયા છે

