બ્રેકઅપ થયા છતાં હેરાન કરતો હોવાથી યુવતી ભર્યું પગલું
Rajkot,તા.28
રાજકોટ શહેરમાં આપઘાતના પ્રયાસ બનાવો દિવસે અને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે પૂર્વ પ્રેમી સાથે બેકઅપ થયું છતાં પ્રેમી પાછળ પડી જતા કોલેજીયન યુવતીએ ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો સારવાર આવશે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ ઘટના દોડી ગયો હતો
આ અંગે મળતી માહિતી મુજબ, ગોંડલ રોડ રોલેક્સ રોડ પાછળ ગુલાબ નગર વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતી 6 મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ મારફત એક યુવકના સંપર્કમાં આવી હતી. યુવકની ચાલચાલગત સારી ન લાગતા તેણે એક મહિના પહેલા આ યુવક સાથે બ્રેકઅપ કરી નાખ્યું હતું. જોકે આ પ્રેમી યુવક પાછળ પડી ગયો હતો. પરાણે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જેથી કંટાળીને યુવતીએ પોતાના ઘરે ઉંદર મારવાની દવા અને ફિનાઈલ પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતી નું નિવેદનઆજીડેમ પોલીસે યુવતી નું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

